ETV Bharat / state

27 સપ્ટેમ્બર "વિશ્વ પર્યટન દિવસે આવો ઇકો ટુરીઝમ જિલ્લા “ડાંગ” વિશે જાણીએ

ગુજરાતના દક્ષિણ છેડે આવેલો ડાંગ જિલ્લો પ્રાકૃત્તિક સૌદર્યથી સજ્જ, અને કુદરતી સંપત્તિથી હર્યોભર્યો છે. પહાડો ઉપર ખીલખીલાટ કરતા ઝરણાં, અને મનમોહક જળધોધ અહીંના કુદરતી સૌદર્યમાં વધારો કરે છે. પશ્ચિમ ઘાટની આ પહાડીઓમાં વાંસના લીલાછમ્મ જંગલો આવેલા છે. વિવિધ જૈવિક સંપત્તિથી ભરપૂર આ વિસ્તાર ખીણો, પર્વતો અને વનરાજીઓથી શોભે છે.

ડાંગ, એક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસત તથા અહીંનો પ્રવાસન વૈભવ

author img

By

Published : Sep 27, 2020, 6:10 AM IST

ડાંગ, એક પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસત તથા અહીંનો પ્રવાસન વૈભવ

ડાંગઃ માનવીનું મન, નાવિન્યને નિરખવા-પારખવા, પ્રકૃત્તિને પામવા હંમેશા થનગનતું હોય છે. ઘૂમવા-ફરવાની માનવ સાહજિકતાને ટાંકતા કહેવાયું છે કે "જીવ્યા કરતાં જાયુ ભલુ.“ જીવનમાં વિવિધતાસભર, આંખને તથા દિલદિમાગને ગમે તેવુ, જાવા-જાણવાની માનવ લાલસાઍ જ, કદાચ પ્રવાસન પ્રવૃત્તિને જન્મ આપ્યો હોય એવુ બની શકે.

મનુષ્યની સાહસવૃત્તિ, અને શોધખોળોઍ પ્રવાસન પ્રવૃત્તિને પોષી છે. 13મી સદીની જગપ્રવાસી માર્કો પોલોની પ્રવાસ નોધ, પ્રિન્સ હેન્રી, અને કોલંબસની દરિયાઇ સફરોની ઇતિહાસ ગવાહી પુરે છે. આ જ હેતુસર ગુજરાતની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે નયનરમ્ય વિહારધામો, પુરાણ પ્રસિદ્ધ તિર્થધામો, પ્રાકૃતિક સૌદર્યથી શોભતી વનસૃષ્ટિ, રમણિય સાગરતટ, અને મહેકતું તથા ધબકતું લોકજીવન ધરાવતા ગુજરાત રાજ્યમાં, પ્રવાસન પ્રવૃત્તિની અનહદ ક્ષમતાને વિશેષ મહત્વ આપ્યું છે.

આજના વિશ્વ પ્રવાસન દિવસ ૨૭ સપ્ટેમ્બરે પ્રસ્તુત છે, પ્રાકૃતિક સમ્પદાઓથી ભરપુર એવા ડાંગ જિલ્લાનો પ્રવાસન વૈભવ

  • ડાંગ જિલ્લાનો પ્રવાસન વૈભવ

સદીના મહાનાયક, અમિતાભ બચ્ચનની, ખુશ્બુ ગુજરાતકી એડ્ ફિલ્મમાં કહેવાયું છે તેમ, ગુજરાત કી આંખોકા તારા, સાપુતારા. એ ગુજરાતનું એકમાત્ર લાડકુ ગિરિમથક છે. અહીંની ગિરિકંદરાઓમાં, પ્રકૃત્તિએ મન મુકીને સૌદર્ય વેર્યું છે. સહ્નાદ્રિની ગિરિકંદરાઓથી શોભતું સાપુતારા, હવે તો મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ધનાઢ્ય વર્ગના લોકોનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વનસમૃદ્ધિથી ભરપુર, અને ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું, ડાંગ જિલ્લાનું આ રમણિય ગિરિમથક, સમુદ્ર સપાટીથી 1100 મીટરની ઊંચાઇએ આવેલું છે. ડાંગ જિલ્લાને ચોમેરથી ઘેરીને ઊભેલી સહ્નાદ્રિ પર્વતોની હારમાળાઓ પર આવેલુ અને ગુજરાતની સરહદને, મહારાષ્ટ્રથી વિખૂટું પાડતું સાપુતારા, બારે માસ પ્રર્યટકોથી ઉભરાતું રહે છે.

સાપુતારામાં જોવા અને જાણવા લાયક અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. ગુજરાત તરફથી સાપુતારામાં પ્રવેશો, એટલે સ્વાગત સર્કલ ઉપર આકર્ષક ફૂવારા, રંગબેરંગી ફૂલો સહિત ખુશનુમા આબોહવા, તમારૂ જાણે કે દિલથી સ્વાગત કરે છે. પહાડી પ્રદેશના ઘાટવાળા, વાંકાચૂકા-સર્પાકાર માર્ગો પાર કરીને, તમે 1100 મીટરની ઊંચાઇએ પહોચો, એટલે શુદ્ધ અને તાજી હવા, તમારા ફેફસાને નવુ ઓક્સિજન પુરૂ પાડતી હોય, તેવુ મહેસૂસ થાય છે.

સમુદ્રી સપાટીથી અંદાજીત 1100 મીટરની ઊંચાઇએ આવેલા ગુજરાતના એકમાત્ર લાડલા ગિરિમથક એવા સાપુતારાનું તાપમાન શિયાળામાં સરેરાશ 8 અંશથી 28 અંશ સેલ્શિયસ અને ઉનાળામાં 28થી 38 અંશ સેલ્શિયસ જેટલુ રહેતુ હોય છે. બદલાતા વૈશ્વિક રૂતુચક્રને કારણે અહીં ગમે ત્યારે વરસાદી ઝાપટા સાથે બરફના કરા પણ પડતા હોય છે. ચોમાસમાં સાપુતારાની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી જતા હોય છે. એક અંદાજ મુજબ અહીં વર્ષેદાડે 15 લાખ જેટલા પર્યટકો આવતા-જતા હોય છે.

પર્યટકોની સાપુતારાની મુલાકાત, તેમના માટે જીવનભરનું સંભારણું બની રહે તે માટે, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે વર્ષભર અનેકવિધ ફેસ્ટિવલોની પણ ઉજવણી કરાતી હોય છે. પતંગ મહોત્સવ, વસંતોત્સવ, ગ્રીષ્મ ઉત્સવ, વર્ષા ઉત્સવ, દિવાળી ઉત્સવ, શિયાળુ ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ, પેરાગ્લાઇડીંગ ફેસ્ટિવલ સહિત અહીં અનેકવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ આયોજિત થતી રહે છે. તો ગુજરાતી, હિન્દી ફિલ્મોના ફિલ્માંકનો માટે પણ સાપુતારા માયાનગરીને તેની તરફ આકર્ષિ રહ્યા છે. અહીંના બાગ/બગીચા લગ્ન સમારંભો માટે પણ ફેવરિટ થઇ રહ્યા છે.

  • ડાંગ દર્શન

દંડકારણ્ય તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં, ગિરિમથક સાપુતારા ઉપરાંત પણ ઘણુ બધુ જોવા, જાણવા અને માણવા લાયક છે. તેમાંય ડાંગનું સાચુ સૌîદર્ય તો, ચોમાસામાં જ જોવા મળે. ચોમાસાના મોસમમાં, અહીંની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી જતા હોય છે. ઠેર ઠેર નાના-મોટા અસંખ્ય જળપ્રપાત, પ્રવાસીઓને નજરે પડે છે. ઊંચા-ઊંચા ડુંગરો ઉપરથી, નીચે ખીણમાં ખાબકતા શ્વેત દૂગ્ધધારા જેવા જળધોધ, પ્રવાસીઓનું મન મોહી લે છે. ડાંગ જિલ્લામાં, વઘઇ પાસે આંબાપાડા ગામની સીમમાં-અંબિકા નદી ઉપર આવેલો અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો ગીરાધોધ પ્રવાસીઓમાં અતિપ્રિય છે. અહીં ચોમાસામાં ખૂબ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉભરાતુ હોય છે.

તો આહવા-નવાપુર રોડ ઉપર, શિંગાણા ગામથી 12 કિલોમીટર દૂર આવેલા ગીરમાળ ગામની સીમમાં આવેલો અને રૌદ્ર-રમ્ય અહેસાસ કરાવતો ગુજરાતનો સૌથી ઊંચો ધોધ-ગીરમાળ ધોધ પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. 150 ફૂટથી વધુની ઊંચાઇએથી નીચે ખીણમાં ખાબકતા જળપ્રપાતને શરીરમાં ઉદ્ભવતી એક આછી ધ્રૂજારી સાથે જોવો પણ એક લ્હાવો છે. આ ઉપરાંત અહીં મહાલ કોટના જંગલમાં, મહાલ-બરડીપાડા મુખ્ય માર્ગ ઉપરનો મહાલ વોટર ફોલ, ચનખલ ગામની સીમમાં આવેલો સ્ટેપ ધોધ-બારદા ધોધ, કોશમાળનો ભેગુ ધોધ, માયાદેવી તથા આહવાના સીમાડે આવેલા જળધોધ સહિત અનેક નાનામોટા ધોધ પ્રવાસીઓને પાગલ કરી મુકવા માટે કાફી છે.

જૈવિક વિવિધતા ધરાવતા ડાંગ જિલ્લાના વનપ્રદેશમાં વન અને વન્યજીવોના જતન અને સંવર્ધન સાથે સ્થાનિક વન વિભાગ દ્વારા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનો પણ વિકાસ કરાયો છે. જિલ્લામાં વઘઇ પાસેના કિલાદ સહિત આહવાના સીમાડે દેવિનામાળ અને મહાલકોટના જંગલ મધ્યે આવેલી મહાલની ઇકો કેમ્પ સાઇટ ખાતે પ્રકૃતિપ્રેમી સહેલાણીઓ માટે રહેવા, જમવાની સગવડ સાથે વન વિભાગ દ્વારા એડવેન્ચર ઍક્ટિવિટીનો પણ પ્રારંભ કરાયો છે.

અહીંથી પ્રકૃતિ શિક્ષણની સાથે સાથે પર્યટકોને વનકેડી ઉપર વનપરિભ્રમણ કરવાનો અવસર પણ પ્રદાન કરવામાં આવે છે. અવનવા વનિલ ઉત્સવો પણ અહીં યોજાતા હોય છે. બર્ડ ફેસ્ટિવલ, બોટની ફેસ્ટ, વન્યપ્રાણી સપ્તાહ સહિતના અનેક નાના-મોટા ઉત્સવો-ઉજવણી સાથે, સ્થાનિક રોજગારીના સર્જન માટે, વન વિભાગ, સ્થાનિક પ્રશાસન, અને રાજ્ય સરકાર નવા નવા આયોજનો કરતી રહે છે.

સફેદ ગરદન ધરાવતા અને લુપ્ત થવાને આરે ઊભેલા ઊંચી જાતના ગીધનું સંવનન તથા સંવર્ધન કેન્દ્ર પણ ડાંગમાં આવેલું છે. ગુજરાત-મહારાષ્ટ્રની સરદહ ઉપર, ડોન નામનું ગામ છે, જે નવા પ્રવાસન સ્થળ તરીકે પર્યટકોમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયુ છે. ડોન ગામના ડુંગરોની કોતરોમાં, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું એકમાત્ર ગીધ સંવનન કેન્દ્ર આવેલું છે. એક અંદાજ મુજબ સાપુતારાની ઊંચાઇ કરતા પણ, વધુ ઊંચાઇએ આવેલા ડોનનો પણ, તબક્કાવાર વિકાસ થાય, તેવા પ્રયાસો રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં પૂર્ણા સેન્ચૂરી અને વાંસદા નેશનલ પાર્કના નામે ઓળખાતો આરક્ષિત વન વિસ્તાર પણ, અનેક નૈસર્ગિકતા સાથે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. વાંસદા નેશનલ પાર્ક નામે ઓળખાતો, દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનો વિસ્તાર, હરણના સંવનન, સંવર્ધન અને ઉછેર માટેનું કેન્દ્ર છે. આ નેશનલ પાર્કમાં અનેક અલભ્ય પશુ, પક્ષીઓ સહિત રંગબેરંગી પતંગિયા, કરોડીયા સહિતના કીટકોની પ્રજાતિ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં લેપર્ડ સફારી પાર્કની શક્યતાઓ પણ ચકાસવામાં આવી રહી છે. તો મહાલ-કોટના વનપ્રદેશમાં-ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનું પૂર્ણા અભયારણ્ય પણ, તેના ઘનઘોર જંગલો, ઘેઘૂર વનપ્રદેશ અને વન્યજીવો માટે વિખ્યાત છે. અહીંથી જ વેસ્ટર્ન ઘાટ/સહ્યાદ્રીની વિશાળ પર્વતમાળાનો પ્રારંભ થાય છે. જે છેક કેરલા સુધી વિસ્તરેલી છે.

રામાયણકાળમાં દંડકારણ્ય તરીકે જેનો ઉલ્લેખ થયો છે, તેવા ડાંગ પ્રદેશમાં પ્રભુ શ્રીરામ અને શબરી મિલનનું સ્થળ એટલે સુબિર ગામ પાસેનું શબરીધામ પણ, ભાવિકભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. તો શબરીમાતાના ગુરૂ ઍવા માતંગ રૂષિનું સ્થળ ઍટલે પંપા સરોવર પણ અહીં, શબરીધામની નજીક આવેલું છે. જેમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ પાવન થતા હોય છે.

શ્રી હનુમાનજીના માતાનું ગામ, એટલે અંજન કુંડ, અહીંના અટાળા પર્વત ઉપર બાળ હનુમાનજીનો જન્મ થયો હોવાની લોકવાયકા સાથે જાડાયેલા આ સ્થળે પણ, બારેમાસ ભાવિકભક્તોનું ઘોડાપુર ઉમટતુ હોય છે. આ ઉપરાંત ચિંચલી-ખાતળ અને બરમ્યાવડના પૌરાણિક શિવમંદિરો સહિત દંડકારણ્યની પાવનભૂમિ ઉપર આવેલા અન્ય સ્થળો એવા પાંડવાની પાંડવ ગૂફા, આમસરવલણનો કળંબ ડુંગર, ભેસકાતરી પાસે કાકરદા ગામનું માયાદેવી મંદિર, તાપી જિલ્લાને અડીને આવેલો રૂપગઢનો કિલ્લો, સ્થાનિક પ્રજાજનોની આસ્થાના કેન્દ્રો એવા બોરખેતના સાગી હનુમાનજી, બોરખલ-લીંગા રોડ ઉપર આવેલુ નરડાના દેવનુ સ્થાનક, અર્ધનર નારેશ્વર ધામ (તુલસીગઢ) બિલમાળ, કલમખેતના દેવમોગરા માતાજી, કોદમાળના બાહુબલી હનુમાનજી અને માતાજીનું ગગનચૂંબી મંદિર, કિલાદની નદીના પટમાં આવેલું તરકટીયા હનુમાનજીનું સ્થાનક સહિત અહીંના પ્રાકૃતિક સ્થળો હંમેશા પ્રકૃતિપ્રેમીઓને આકર્ષતા રહ્યા છે.

પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો ખૂબસૂરતીમાં શીરમોર છે. અહીં આસમાન સાથે વાતો કરતા, ઊંચા ઊંચા ડુંગરોની હારમાળા જોવા મળે છે. તો બીજી તરફ રૌદ્ર-રમ્ય અહેસાસ કરાવતી ઊંડી ઊંડી ખીણો, કોતરો પણ છે. વિશેષ કરીને ચોમાસામાં જોવા મળતા સફેદ દૂગ્ધધારા જેવા નાના-મોટા જળધોધ, આકાશમાંથી પોતાના સાથીઓથી વિખૂટી પડી ગયેલી, અને એકલી અટૂલી અટવાતી શુભ્રશ્યામ વાદળીઓ, લીલીચાદરોથી આચ્છાદિત વનપ્રદેશ, હરિયાળા ખેતરો, રંગ બદલતુ આસમાન, ધુમ્મસની ચાદર, ધોધમાર ખાબકતો વરસાદ, અંધકારમાં આસમાનમાંથી, વાદળોના ફાટવાના અવાજ સાથે ત્રાટકતી-ડરામણી આકાશી વીજ, જંગલમાંથી ક્યારેક-ક્યારેક સંભળાતા રાની પશુઓની દહાડના અવાજ, જંગલી સરીશ્રૃપ જીવોનો છૂપો ડર, આ બધુ ડાંગમાં ખૂબ જ સામાન્ય છે.

કુદરતની આ જૈવિક વિવિધતાને, પોતાના ગર્ભમાં સંગ્રહીને બેઠેલા, ડાંગ જિલ્લામાં આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન, અનેકવિધ સુખસુવિધાઓ માટે હંમેશા તત્પર રહ્યા છે. ઇકો ટુરિઝમ જિલ્લા તરીકે, ડાંગ જિલ્લાને પ્રમોટ કરીને, અહીં પર્યટનના માધ્યમથી, સ્થાનિક રોજગારીનું સર્જન થાય તેવા પ્રયાસો સરકાર અને પ્રશાસનનાં રહ્યા છે.

  • ડાંગની વિવિધતાપૂર્ણ જૈવ સંપદા

અહીંના જંગલોમાં અનેક પ્રકારના સૂક્ષ્મજીવોની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. પર્યાવરણના સંતુલનને જાળવવા માટે આ જીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની ક્ષમતા અનુસાર સતત કાર્યરત રહે છે. કુદરત ઋતુઓ સાથે રંગ બદલતા આ સૂક્ષ્મજીવોની દુનિયા પણ અનેરી છે.

માનવજાતી માટે અમૂલ્ય એવી વનઔષધિઓ, વનસ્પતિ અહીંના વનપ્રદેશામાં સુલભ છે. સુંદરતાના સાંન્નિધ્યમાં સંવર્ધન પામતી અને સ્વાસ્થ્યને ખૂબ જ ઉપયોગી તથા પ્રચલિત આયુર્વેદિક વનસ્પતિ સતાવરી, બ્રાહ્મી અને સફેદ મૂસળી અહીં સર્વત્ર જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.

ધરતી ઉપર મેઘધનુષી રંગોનો છંટકાવ કરીને રંગબેરંગી ફૂલોથી ભાતભાતના ચિત્રોની રચના અહીં કુદરતી રીતે થાય છે. સામાન્ય રીતે જોવા ન મળતા વનિલ ફૂલોનું વિશ્વ પણ અનેરૂ છે. જેમાં પરોપજીવી ફૂલો ઓરચીડ, તેમજ વાંસની પ્રજાતિ કાટસ, અને માનવેલનો સમાવેશ થાય છે. વાંસની પ્રજાતિમાં 40 વર્ષે ફૂલો આવે છે. એ ફૂલોના બીજ હોય છે અને તે બીજના જમીન ઉપર પડી ગયા પછી આ બીજમાંથી નવા વાંસ ઉગે છે અને જૂના વાંસ નાશ પામે છે. અહીં ટિવરા નામના ફૂલોની ફલાવર વેલી પણ જોવાલાયક હોય છે. ટિવરા ફૂલો ખૂબ જ મોટા પ્રમાણમાં અને એક સાથે થાય છે. આ રંગબેરંગી ફૂલો સૂંદર અને મોહક દ્રશ્ય ખડુ કરે છે.

પ્રકૃતિની અસીમ અને સૂંદર કળાનું પ્રદર્શન કરતા પતંગિયાઓની અસંખ્ય જાતિ ડાંગના જંગલોને મનમોહક બનાવે છે. વનવિસ્તારના વાતાવરણની ખાસિયતને અનુરૂપ વિશિષ્ટ પ્રકારના પતંગિયા વનપ્રદેશમાં મુક્ત રીતે ઉડતા જોવા મળે છે. વર્ષારૂતુ અને શિયાળા દરમિયાન પોતાની પાંખો ઉપર પ્રકૃતિની આકર્ષક છાપ લઇને ઉડતા પતંગિયા આસપાસના વાતાવરણને રમણિય અને દર્શનિય બનાવે છે. જે કુદરતના અદ્ભૂત સર્જનને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. અહીંના જંગલોમાં ઝેરી અને બીન ઝેરી બન્ને પ્રકારના સાપ પણ જોવા મળે છે. અહીં મુખ્યત્વે નાગ, કામળિયો, ફોડચી, ધામણ અને ચારણ જેવી સાપની પ્રજાતિ નજરે પડે છે.

આકાશમાં ઉડતા પક્ષીઓમાં પણ વનપ્રદેશની વિશિષ્ટતાને કારણે વૈવિધ્ય જોવા મળે છે. નાનામોટા અનેક પ્રકારના પક્ષીઓની શરીર રચના અને રંગોથી મઢેલી પાંખો તેમની ઉડવાની, જીવન નિર્વાહની જુદી-જુદી રીતો આપણુ ધ્યાન ખેચે તેવી હોય છે. પક્ષીઓના અવાજનું સંગીત પણ કર્ણપ્રિય હોય છે. મધુર ટહુકાઓ કરતા પક્ષીઓ જંગલના માહોલને સુંદર બનાવવામાં પોતાનો સહયોગ આપે છે. શિયાળાની રૂતુમાં પ્રવાસી પક્ષીઓ પણ અહીંના જંગલની સમૃદ્ધિમાં વધારો કરે છે. અંતરિયાળ વિસ્તારના ગીચ જંગલોમાં કેટલાક સ્થળોઍ વન્ય પ્રાણી પણ વસવાટ કરે છે. જેમાં દીપડા, હરણ, અને ઝરખ જેવા ચોપગા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

આમ પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને પારંપરિક વિરાસતના ત્રિવેણી સંગમ સમા "ડાંગ" જિલ્લાના "પ્રવાસન વૈભવ" ને નજીકથી જોવા, જાણવા અને માણવા માટે આપ સૌને ઇજન છે. પરંતુ સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઈને જરા સંભલ કે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.