ETV Bharat / state

સુબીર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતનો અભાવ - સુબિર તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકામાં વિકાસ ફક્ત કાગળ ઉપર જ હોય તેવું સાફ જણાઈ આવે છે. સુબીરમાં પ્રાથમિક જરૂરિયાતનો અભાવ છે. બસ સ્ટેન્ડ સહિત જાહેર શૌચાલય, ધૂળ ખાઈ રહ્યાં છે. જ્યારે સુબિર તાલુકામાં એકપણ સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરવામાં આવી નથી.

સુબિર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતનો અભાવ

author img

By

Published : Dec 30, 2020, 7:05 AM IST

  • સુબીર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ
  • ચૂંટણી ટાણે નેતાઓના ફક્ત વાયદાઓ, કામ ઝીરો
  • 40% લોકો રોજીરોટી માટે 6 મહિના સ્થળાંતર કરવા મજબૂર

ડાંગ : જિલ્લાનાં નવ રચિત સુબીર તાલુકામાં વિકાસ ફક્ત કાગળ ઉપર જ હોય તેવું સાફ જણાઈ આવે છે. શહેર કે ગ્રામ્ય લેવલે જ્યાં ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઈટ હોય ત્યારે અહીં સુબીર ગામમાં એકપણ સ્ટ્રીટ લાઈટ જોવા મળતી નથી. જ્યારે સુબીર ગામની મુખ્ય ચોકડીઓ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ અને ધૂળ ખાતાં જાહેર શૌચાલય નજરે ચડે છે.

સુબીર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતનો અભાવ

સુબીરમાં વિકાસ ફક્ત કાગળ ઉપર

સુબીર ગામના રિટાયર્ડ PSI રતિલાલભાઈ કાગડેએ જણાવ્યું કે, સુબીર ગામનો વિકાસ ફક્ત કાગળ ઉપર જ છે. અહીં મુખ્ય ચાર રસ્તાઓ જર્જરિત હાલતમાં બસસ્ટેન્ડ, જાહેર શૌચાલય અને લોકોને બેસવા માટેનાં બાંકડા પણ નથી. કોંગ્રેસ હોય કે ભાજપ બન્ને પાર્ટીનાં નેતાઓ ચૂંટણી ટાણે વિકાસની વાતો કરે છે પણ વિકાસ કાંઈ દેખાતો નથી. સ્થાનિક લોકોને ખેતી ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. પાણી સંગ્રહિત ડેમ બનાવવા જરૂરી છે જેથી લોકો પિયતની ખેતી કરી શકે. ખેડૂતો માટે બજાર વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવેલ નથી તો ખેડૂતોની આવક બમણી કઈ રીતના થઈ શકે.

ગ્રામ લેવલે પશુપાલનનો વ્યવસાય વિકસિત કરવા માટે પાણીની વ્યવસ્થા જરૂરી

રાજ્યની ભાજપ સરકાર વિકાસના બગણા ફૂંકતી હોય છે કે, ડાંગ જિલ્લાનો વિકાસ થયો છે. પરંતુ હકીકતમાં આજે પણ ડાંગ જિલ્લાનાં 40% લોકો મજૂરી કામ માટે 6 મહિના સ્થળાંતર કરતાં હોય છે. પીપલાઈ દેવી ગામનાં મોતીરામ બરડેએ જણાવ્યું કે, તેઓ નાનપણથી મજૂરી કામે જાય છે. કારણ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો નથી. મુખ્યપ્રધાન જયારે ડાંગ આવ્યાં હતાં ત્યારે તેઓએ કહ્યું હતું કે, અહીં પશુપાલનને વેગ આપવાની જરૂરત છે. પરંતુ પાણીની સુવિધાઓ ન હોવાના કારણે લોકો પશુપાલનનો વ્યવસાય વિકસાવી નથી શકતા, ડાંગ જિલ્લામાં વિકાસ દેખાય છે જેમાં ફક્ત મુખ્ય રસ્તાઓ પાકા બની ગયાં છે. પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત અને રોજીરોટી માટે વિકાસ ફક્ત કાગળ ઉપર જ કર્યો છે.

ચૂંટણી સમયે નેતાઓના કરવામાં આવે છે ખોટાં વાયદાઓ

પ્રખ્યાત જોવાલાયક સ્થળ શબરીધામના રહેવાસી બુધાભાઈ ગાયકવાડ જણાવ્યું કે, સુબીરમાં બસસ્ટેન્ડ, જાહેર શૌચાલયની તકલીફ, સ્ટ્રીટ લાઈટ વગેરેની ઘણી સમસ્યાઓ છે. ચૂંટણી ટાણે નેતાઓ લોકોને ફક્ત વાયદાઓ કરે છે. પરંતુ ચૂંટણી પૂરી થયાં બાદ કોઈપણ લોકો તરફ ધ્યાન આપતું નથી.

20 ગ્રૃપ ગ્રામ પંચાયતના કામો હાલ પ્રગતિમાં - T.D.O સુબીર

સુબીર તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલે જણાવ્યું કે, સુબિર તાલુકામાં સમાવિષ્ટ 20 ગ્રૃપ ગ્રામ પંચાયતમાં 117 જેટલાં વિકાસનાં કામો ચાલી રહ્યા છે. 15માં નાણાં પંચની અંદર કરવામાં આવતાં કામોમાં વહીવટી તંત્રની કામગીરી પ્રક્રિયા છે.

લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવા માટે જાગૃત નાગરિકોની માંગ

ઉલ્લેખનીય છે કે, ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકામાં વહીવટી તંત્રની કામગીરી પણ ફક્ત કાગળ ઉપર જ દેખાય છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લોકોને યોગ્ય રીતના આવાસ ફાળવણી કરવામાં આવ્યા નથી. જેઓને આવાસ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે, તેઓનાં પણ ઘર હજી સુધી બાંધવામાં આવ્યા નથી. અહીં કાગળ ઉપરના વિકાસને કારણે હજારોની સંખ્યામાં લોકો રોજીરોટી માટે સ્થળાંતર કરતાં હોય છે. ગ્રામ લેવલે લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવતી. ગામનાં લોકોની માંગ છે કે, બસ સ્ટેન્ડ સહિત સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે જેથી રાતનાં સમયે પણ લોકો સહેલાઈથી દવાખાને અથવા અન્ય કામથી બહાર ફરી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.