ETV Bharat / state

રાજ્યના સૌથી મોટા વધઇ વનસ્પતિ ઉદ્યાનની ખાસિયતો વિશે જાણો - Learn about 100 year old trees

પ્રવાસીઓ તેમજ શોધકર્તાઓ માટે ડાંગના વધઇ નજીક વનસ્પતિ ઉદ્યાન કેન્દ્ર 24 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે. જે ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાનની ખ્યાતી ધરાવે છે. જેમાં 29 જેટલી વિશિષ્ટ વનસ્પતિની જાતો આવેલી છે. અહીં મોટી સંખ્યામા મુલાકાતીઓ આવે છે. જુદી જુદી વનસ્પતિની જાતો ધરાવનાર આ ઉદ્યાનમા અલગ અલગ જંગલ વિસ્તાર નિર્ધારીત કરવામા આવ્યા છે. જ્યાં સહેલાઇથી ફરી શકાય છે. Dang Wadhai Botanic Garden Centre, Gujarat s largest botanical garden, Learn about establishing a botanical garden, Learn about 100 year old trees

વધઇ વનસ્પતિ ઉદ્યાન
વધઇ વનસ્પતિ ઉદ્યાન
author img

By

Published : Aug 21, 2022, 4:31 PM IST

Updated : Aug 21, 2022, 4:40 PM IST

ડાંગ વધઇ વનસ્પતિ ઉદ્યાનની સ્થાપના 1લી મે 1966મા ફોરેસ્ટ ખાતા દ્વારા કરવામાં આવી હતી (Learn about establishing a botanical garden). આ ઉધાન 24 હેક્ટરમા ફેલાયેલુ છે. ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાનની ઉપમાં પણ ધરાવે છે (Gujarat s largest botanical garden). વનસ્પતિ ઉદ્યાનમા 7.50 કિ.મી જેટલો રસ્તો પણ જોવા મળે છે. આ સમગ્ર વિસ્તાર 1600 મીમીથી 2000 મીમી સુધીનો વરસાદ વર્ષાઋતું દરમિયાન ગ્રહણ કરે છે. સરેરાશ ઓછામા ઓછું અને વધારેમાં વઘારે ઉષ્ણ તાપમાન 10 સેથી 45 સે સુધી જોવા મળે છે.

વધઇ વનસ્પતિ ઉદ્યાન
વધઇ વનસ્પતિ ઉદ્યાન

રાજ્યનું સૌથી મોટું ઉદ્યાન વનસ્પતિ ઉદ્યાન અભ્યાસ માટે મહત્વનું કેન્દ્ર છે. આ ઉધાનમા વિવિઘ પ્રકારની વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. આ ઉદ્યાન સુંદર અને કુદરતી રીતે શાંત વાતાવરણ વાળું છે. અહીં તમને એવી વનસ્પતિઓ પણ જોવા મળશે જેના વિશે તમે ખાલી સાંભળ્યુ જ હશે અને જે શહેરી વિસ્તારોમાં જોવા મળતી નથી. જો તમે વનસ્પતિ વિશે નથી જાણતા તો અહીં ફલોરલ સફારી નામની એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, જે તમને મદદફુલ થઇ શકે છે. વનસ્પતિ ઉદ્યાન વધઇની વનસ્પતિઓ વિશે માહિતી મેળવવા માટે અહીં 3000 જેટલા વિશિષ્ટ હરબેરિયમ શીટનો સંગ્રહ કરવામાં આવેલ છે.

વધઇ વનસ્પતિ ઉદ્યાન
વધઇ વનસ્પતિ ઉદ્યાન

100 વર્ષ જુના વૃક્ષો જોવા મળે વનસ્પતિઓની સાથે સાથે તમને જુદી જુદી જાતના જીવજંતુઓ અને પક્ષિઓ પણ જોવા મળશે. જેમનુ ધર આ ઉદ્યાનમાં જ છે. આ એક એવી જગ્યા છે કે જ્યા 100 વર્ષ જુના અને 100 ફૂટ કરતા પણ વધારે ઉંચા ઝાડ જોવા મળે છે. 29 જેટલી વિશિષ્ટ વનસ્પતિની જાતો જોવા મળે છે, જે આખા ગુજરાતમા ફક્ત વધઇ વનસ્પતિ ઉદ્યાનમા જ છે. જેમ શહેરોમા ચોક્ક્સ રસ્તાઓ હોય છે. તેવી જ રીતે આ ઉદ્યાનમા પણ યોજના મુજબ કુલ 50 જેટલા રસ્તાઓ જોવા મળે છે. દરેક રોડ પર ચોક્કસ વનસ્પતિઓ જોવા મળી છે. દરેક રસ્તાઓના નામ પણ આપવામાં આવ્યા છે. જેવા કે ઇન્દ્રજવ રોડ, સીતા અશોક રોડ અને સિલ્વર ઓક રોડ છે. આ ઉદ્યાનને ફુલો વાળી સુશોભિત વનસ્પતિઓ દ્વારા શણગાર કરવામા આવેલ છે, જે ઉદ્યાનની સુંદરતામા વધારો કરે છે. વનસ્પતિ ઉદ્યાન વધઇમાં દર વર્ષે 2થી 3 લાખ મુલાકાતીઓ આવે છે. ઉધાનને જુદાં જુદાં વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે.

વધઇ વનસ્પતિ ઉદ્યાન
વધઇ વનસ્પતિ ઉદ્યાન
  1. સદાહરીત જંગલ આ વિભાગમા 228 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે હોપિયા પોંગા, ઓર્થોકાર્પસ હેટેરોફાયલસ, દુઆબંગા ગ્રાન્ડીફ્લોરા વગેરે.
  2. ભેજવાળુ સૂકુ પાનખર જંગલ આ વિભાગમા 323 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે સોરિયા રોબુસ્ટા, ડિલેનીયા ઇન્ડિકા વગેરે.
  3. સૂકુ પાનખર જંગલ આ વિભાગમા 42થી વધારે વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે ટર્મીનાલીયા અર્જુના, ડાયોસ્પાયરોસ મોન્ટાના, સેમિકાર્પસ્, એનાકાર્ડિયમ વેગેરે.
  4. રણ પ્રદેશનુ જંગલ આ વિભાગમા 114થી વધારે વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. કેપારિશ ઝેયલાનિકા, ટેમેરિક્ષ ઇંન્ડિકા અને કેટલાક બારમાસી ઘાસ વગેરે.
  5. ઝાડી અને કાંટાળુ જંગલ આ વિભાગમા 101 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. એકેસીયા પિન્નંટા, ઝિઝિપસ, મોરેસિયાના વગેરે.
  6. વનસ્પતિક દવાઓ વિભાગ આ વિભાગમા આયુર્વેદિક, યુનાની, હોમોયોપેથીમા વપરાતી 257 વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે રાઉનલ્ફિયા સર્પેન્ટીના, બિક્ષા ઓરેલાના વગેરે.
  7. વાંસ વિભાગ આ વિભાગમા ભારતમા જુદી જુદી જગ્યાએ જોવા મળતી 25 જાતિઓનો સમાવેશ થાય છે. જેવી કે બામ્બુસા ટુલ્ડોઇસ, બામ્બૂસા વુલગેરિસ વગેરે.
  8. ડાંગ વિભાગ આ વિભાગમા ડાંગ જિલ્લામા કુદરતી રીતે જોવા મળતી વનસ્પતિની 468 જાતો છે. જેવી કે ટેકટોના ગ્રાન્ડિસ, આલ્બિઝીયા પ્રોસેરા વગેરે જાતોનો સમાવેશ થાય છે.
  9. ટેક્ષનોમી વિભાગ આ વિભાગનો વિકાસ વનસ્પતિના ઓળખાણ, નામકરણ અને વર્ગીકરણ માટે કરવામા આવ્યો છે. જેમા ટર્મીનાલીયા બેલેરિકા, આલ્બિઝયા સમાન વગેરે જાતોનો સમાવેશ થાય છે.
  10. કંદમૂળ વિભાગ આ વિભાગમાં 50થી વધારે કંદમૂળ ધરાવતા વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. જેવી કે વિગના વેક્ષીલાટા, ગ્લોરિઓસા સુપરર્બા વગેરે.
  11. થોર વિભાગ આ વિભાગમા 142 જેટલી થોરની જાતો છે. ઓપુંસિયા ઈલાટિયોર, મેમિલારીયા લોંજીમામ્મા વગેરે.
  12. ગુલાબ વિભાગ આ વિભાગમા જુદા જુદા રંગના જાતોનો સંગ્રહ છે. જેવી કે રોઝા ઇન્ડિકા વગેરે.
  13. ફળ વિભાગ આ વિભાગમા જુદી જુદી ફળ ધરાવતી જાતોનો સમાવેશ થાય છે. જેવી કે મનીલકારા હેક્ષાન્ડ્રા, સાયઝિયમ ક્યુમિની વગેરે.
  14. પામ વિભાગ આ વિભાગમા ભારતની જુદી જુદી 30 જેટલી જાતોનો સમાવેશ થાય છે. જેવી કે કોકસ ન્યુસિફેરા, કેરિયોટા યુરેંસ વગેરે.
  15. દુર્લભ (લુપ્ત) થતી વનસ્પતિઓનો વિભાગ આ વિભાગમા ગુજરાતમા લુપ્ત થતી વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. કુર્કુલિગો ઓર્કોઇદડેસ, ડોલીકેંડ્રોન ફાલકટા વગેરે.
  16. આરોગ્ય વિભાગ આ વિભાગમા 132 જેટલી દવામા વપરાતી વનસ્પતિની જાતોનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉધાનનો સૌથી મોટો વિભાગ છે. જેમાં બરલેરિયા પ્રિઓનિટિસ, અબુટીલોન ઇંડિકમ વગેરે જાતોનો સમાવેશ થાય છે.

વનસ્પતિ ઉધાનની સગવડો વધઇ વનસ્પતિ ઉદ્યાનમા લાયબ્રેરી, હર્બેરીયમ રૂમ, ડાંગ હરબેરીયા, નર્સરી અને ગ્રીનહાઉસ, ભગત કુટીર, રેસ્ટ હાઉસ, સેલ્ફી એરીયા, રમત ગમતના સાધનો, સૌવેનિયર શોપ, કેંન્ટિન, કિચન એરિયા, તેમજ પાર્કિગ એરીયા જેવી સુવિધાઓ આવેલ છે.

Last Updated : Aug 21, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.