ETV Bharat / state

ડાંગ દરબાર નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર અભિગમ, એક દેશ એક બેંક

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઐતિહાસીક ડાંગ દરબાર 2019નો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આહવા પોસ્ટ ઓફિસ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. ગ્રામીણ લોકોને પૈસા માટે કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે એક દેશ, એક બેંકના સૂત્રને સાબિત કરતી કામગીરી લોકોની મદદ કરી રહી છે.

author img

By

Published : Mar 7, 2020, 4:47 PM IST

Updated : Mar 7, 2020, 5:01 PM IST

ડાંગ દરબાર નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર અભિગમ,  એક દેશ એક બેંક
ડાંગ દરબાર નિમિત્તે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર અભિગમ, એક દેશ એક બેંક

ડાંગઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મેનેજર રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હોળીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાતા ઈતિહાસીક ડાંગ દરબારના મેળા દરમિયાન હજારોની સંખ્યામાં ડાંગના લોકો આવે છે. રોજગારી અર્થે જુદી જુદી જગ્યાએથી લોકો પોતાના વતનમાં ડાંગ દરબાર મેળાને માણવા આવે છે.

વધુમાં ડાંગની એક પ્રણાલીકા છે કે, આ તહેવાર જ તેમના માટે સૌથી છે, ત્યારે મેળામાંથી કપડા ઘરેણા વાસણો નવી નવી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી પણ આ મેળામાંથી જ કરે છે. આ બધી જ ચીજો ખરીદવા માટે પૈસાની જરૂરિયાત હોય છે. તમામ લોકો એક સાથે આવવાથી આહવા નગરની તમામ બેંકોમાં પુષ્કળ ભીડ જોવા મળે છે.

લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા હોય તેવી પરિસ્થિતિનું સર્જન થાય છે, ત્યારે અમો એ કોઈપણ બેંકમાં ખાતું હોય છતાં રોકડ રકમ ઉપાડવા માટે આ સેવામાં કોઈપણ વ્યક્તિ ફક્ત આંગળીની છાપ અથવા આઈ સ્કેન દ્વારા તેમના આધાર નંબર અને બાયોમેટ્રિકનું પ્રમાણીકરણ આપીને પોતાના પૈસા ઉપાડી શકે છે. જમા પણ કરાવી શકે છે. બેલેન્સ ચેક કરી શકે છે. એઇપીએસ મેળવવાનો ગ્રાહક ફરજીયાત હોવો જોઈએ. તેના આધારે તેના ખાતા સાથે અન્ય બેંક સાથે જોડાયેલો હોવો જોઈએ.

આ સેવા મેળવવા માટે કોઈપણ વ્યવહાર શુલ્ક ચૂકવવાની જરૂર નથી. આ શાખા પોસ્ટ માસ્ટર્સ અને પોસ્ટમેન દ્વારા ગ્રાહકોને કોઈપણ ફોર્મ ભર્યા વગર પહોંચાડવામાં આવે છે. આ સેવા માટે ગ્રાહકે પોતે જ આવવું પડે છે. આવા પોસ્ટ બેંકના ચુનંદા સ્ટાફ દ્વારા સ્ટોલ ઊભા કરીને ગ્રાહકોને મદદ કરવામાં આવે છે. બાકીના દિવસોમાં પણ પોસ્ટ બેન્કના કાઉન્ટર પરથી નાણાં મેળવી શકાશે, અત્યાર સુધીમાં આ અભિગમનો 59થી વધુ લોકોએ લાભ લીધો છે.

Last Updated : Mar 7, 2020, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.