ETV Bharat / state

વધઈ ખાતે ૯.૫૪ કરોડના ખર્ચે બનેલા સરકારી આવાસોનું આદિજાતિપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ

ડાંગઃ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વધઈ ખાતે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ તેમજ ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના હસ્તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ 9.54 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સરકારી આવાસ નું લોકાર્પણ કરાયુ હતું.

વધઈ ખાતે ૯.૫૪ કરોડના ખર્ચે બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ
author img

By

Published : Aug 18, 2019, 2:35 AM IST

રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે આવાસ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, વધઈ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને રહેવાની સુંદર સગવડ મળે તે માટે રાજ્ય સરકારનો આવકારદાયક પ્રયાસ છે. આવાસના બાંધકામ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેથી કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ ઉભો થયો નથી. સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ આવાસ યોજના હેઠળ આવરી લઇ વિદેશ જેવો અનુભવ થાય એવો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થઇ રહયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે.

vaghai
વધઈ ખાતે ૯.૫૪ કરોડના ખર્ચે બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ

માર્ગ અને મકાન વિભાગ,સ્ટેટના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલે જણાવ્યું હતું કે,વધઈ ખાતે ખાડા-ટેકરાવાળી જમીન હોવા છતા અહીં આવાસ નિર્માણની પડકારરૂપ કામગીરી કરાઈ છે.આવાસ નિર્માણ કાર્ય માટે રૂ. 9.54 કરોડના ખર્ચની વહીવટી મંજૂરી મળેલી હતી.જેમાં રુ.8.83 કરોડની તાંત્રિક મંજૂરી તથા રૂ 9.54 કરોડની સમગ્ર તાંત્રિક મંજૂરી પ્રદાન થયેલ છે. જેમાં બી ટાઈપ-12 યુનિટ,સી ટાઈપ 18 યુનિટ અને ડી ટાઈપ 12 યુનિટ બનાવાયા છે. આમ ક્લાસ-2,ક્લાસ-3 અને ક્લાસ-4 મળી કુલ-42 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સમ્પરૂમ,પંપરૂમ,રેઈન વોટર હાર્વેસ્ટીંગ, બોરવેલ,કંપાઉન્ડ વોલ, કાર-સ્કુટર પાર્કીંગ સહિત ઈલેકટ્રીકની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

સરકારી આવાસ લોકાર્પણ પ્રસંગે માજી પ્રમુખ બાબુરાવ ચૌર્યા,તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ, જિલ્લા વિકાસ અધિકારી જે.ડી.પટેલ, મામલતદાર એમ.એસ.માહલા,પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જી.એ.પટેલ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર બી.બી.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર અમીષ પટેલ, શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા,જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ, અગ્રણી ધનશ્યામભાઈ પટેલ સહિત અધિકારી/પદાધિકારી અને માર્ગ અને મકાન કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.

Intro:ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વધઈ ખાતે આજરોજ રાજ્યના વન અને આદિજાતિ વિકાસ તેમજ ડાંગ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકરના વરદ્‍ હસ્તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૯.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સરકારી આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.Body: રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરે આવાસ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વધઈ જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને રહેવાની સુંદર સગવડ મળે તે માટે રાજ્ય સરકારનો આવકારદાયક પ્રયાસ છે. સંપૂર્ણ પારદર્શક ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેથી કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ રહેતો નથી. સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પણ આવાસ યોજના હેઠળ આવરી લઇ વિદેશ જેવો અનુભવ થાય એવો રાજ્ય સરકારનો અભિગમ સાર્થક થઇ રહયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ,સ્ટેટ ના કાર્યપાલક ઈજનેરશ્રી જે.કે.પટેલે જણાવ્યું હતું કે વધઈ ખાતે ખાડા-ટેકરાવાળી જમીન હોવા છતા અહીં આવાસ નિર્માણની પડકારરૂપ કામગીરી કરવામાં આવી છે.આવાસ નિર્માણ કાર્ય માટે રૂા.૯.૫૪ કરોડના ખર્ચની વહીવટી મંજૂરી મળેલી હતી. જેમાં રૂા.૮.૮૩ કરોડ વિગતવાર તાંત્રિક મંજૂરી તથા રૂા.૯.૫૪ કરોડની સમગ્ર તાંત્રિક મંજૂરી પ્રદાન થયેલ છે.જેમાં બી ટાઈપ-૧૨ યુનિટ,સી ટાઈપ ૧૮ યુનિટ અને ડી ટાઈપ ૧૨ યુનિટ બનાવવામાં આવેલ છે. આમ ક્લાસ-૨,ક્લાસ-૩ અને વર્ગ-૪ ના મળી કુલ-૪૨ આવાસ તૈયાર કરાયા છે. જેમાં સમ્પરૂમ,પંપરૂમ,રેઈન વોટર હાર્વેસ્ટીંગ,બોરવેલ,કંપાઉન્ડ વોલ,કાર-સ્કુટર પાર્કીંગ સહિત ઈલેકટ્રીકની તમામ સુવિધા ઉપલબ્ધ છે.
Conclusion:સરકારી આવાસ લોકાર્પણ પ્રસંગે માજી પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંકેતભાઈ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.ડી.પટેલ, મામલતદાર એમ.એસ.માહલા,પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જી.એ.પટેલ,સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી બી.બી.પટેલ,નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી અમીષ પટેલ,શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુનિલ પટેલ,અગ્રણી શ્રી ધનશ્યામભાઈ પટેલ સહિત અધિકારી/પદાધિકારી અને માર્ગ અને મકાન કચેરીના કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.