દમણઃ સંઘપ્રદેશ સેલવાસ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમા લોકો ખરીદી માટે ઘણી મોટી સંખ્યામા જતા હોય છે. જેને કારણે ભીડ એકત્રિત થાય છે. જેથી બાવીસા ફળીયા રોડથી બહુમાળી સુધી જે માર્કેટ ભરાતી હતી તેને બંધ કરી ગાયત્રી મંદિર મેદાન ખાતે શિફ્ટ કરવામા આવી હતી. જ્યા પણ સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધી હોલસેલ વેપારીઓ માટે અને 8:00 વાગ્યાથી બપોરે 12:00વાગ્યા સુધી સામાન્ય જનતા માટે શાકભાજી માર્કેટ ચાલુ રાખવામા આવે છે.
જેના પર પાલિકા સ્ટાફ દ્વારા ખાસ ધ્યાન આપવામા આવી રહ્યું છે. જેવી રીતે કે, કોઈપણ વેપારી શાકભાજીના ભાવો વધારે તો નથી લેતા ને અને પબ્લીકને પણ ખાસ તાકીદ કરવામા આવે છે કે, સોશ્યલ ડીસ્ટન્સનુ ધ્યાન રાખે અને તે રીતે જ શાકભાજીની ખરીદી કરે, આ માટે ચીફ ઓફિસર પોતે પણ માર્કેટમા ફરી સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યાં છે.
પાલિકા સ્ટાફ દ્વારા જો કોઈ વેપારી કે, ગ્રાહક સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરે તો તેની પાસે દંડ વસૂલ કરવામા આવે છે અને સેનેટાઇઝર દ્વારા હાથને સાફ રાખવા માટે પણ ખાસ સમજાવવામા આવી રહ્યાં છે.
આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈને દવાની જરૂર હોય તો તેના માટે ખાસ વાનની વ્યવસ્થા કરવામા આવી છે. જેમાથી કોઈને પણ ચકાસણી કરાવવી હોય કે, દવાઓ જોઈતી હોય તો તેઓને માટે મેડીકલ સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવે છે અને દવાઓ આપવામા આવે છે.