ETV Bharat / state

સાપુતારામાં પ્રવાસીઓ પર હુમલો કરી આંતક મચાવનાર વાંદરો પાંજરે પુરાયો - વનવિભાગની ટીમ

ડાંગઃ ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર છેલ્લા ત્રણેક મહિનાથી વાંધરો પ્રવાસીઓને ટાર્ગેટ બનાવી તેમની ઉપર હુમલો કરતો હતો.પ્રવાસીઓ તથા નાના બાળકોને ટાર્ગેટ બનાવી હુમલો કરી તરખાટ મચાવનાર વાંદરાને આખરે શામગહાન વન વિભાગની ટીમે મહામહેનતે પાંજરે પુરી પ્રવાસીઓને ભયમુક્ત કર્યા.

પ્રવાસીઓમાં પર હુમલો કરી આંતક મચાવનાર વાંદરો પાંજરે પુરાયો
author img

By

Published : Nov 17, 2019, 4:08 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ ઉપર છેલ્લા ત્રણેક મહિનાથી એક વાંદરાએ તરખાટ મચાવતા સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વાંદરાએ છેલ્લા ત્રણેક મહિનાથી 15થી વધુ પ્રવાસીઓ સહિત નાના બાળકોને ટાર્ગેટ બનાવી બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા. આ વાંદરો પ્રવાસીઓ ઉપર હુમલો કરી તરત જ ખીણમાં નાસી જતો હતો. જેથી ઘણા સમયથી વનવિભાગને નિષ્ફળતા સાંપડી હતી.

તરખાટ મચાવનાર વાંદરાને પકડવા માટે ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજનાં આરએફઓ પ્રસાદ પાટીલ સહિત વનકર્મીઓની ટીમે રાત દિવસ વોચ ગોઠવતા આખરે શુક્રવારે મળસ્કે આ વાંદરાને પાંજરે પુરવા માટે સફળતા હાથ લાગી હતી.

monkey
પ્રવાસીઓમાં પર હુમલો કરી આંતક મચાવનાર વાંદરો પાંજરે પુરાયો

કપિરાજને હાલમાં વનવિભાગની ટીમે પકડી પાડી સારવાર અર્થે વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી સ્થાનિકો સહિત પ્રવાસીઓને ભય મુક્ત કર્યા હતા.

Intro:ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર છેલ્લા ત્રણેક મહિનાથી અનેક પ્રવાસીઓ તથા નાના બાળકોને ટાર્ગેટ બનાવી હુમલો કરી તરખાટ મચાવનાર વાંદરાને આખરે શામગહાન વન વિભાગની ટીમે મહામહેનતે પાંજરે પુરી પ્રવાસીઓને ભયમુક્ત કર્યા.Body:પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ ઉપર છેલ્લા ત્રણેક મહિનાથી એક વાંદરાએ તરખાટ મચાવતા સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો,આ વાંદરાએ છેલ્લા ત્રણેક મહિનાથી 15થી વધુ પ્રવાસીઓ સહિત નાના બાળકોને ટાર્ગેટ બનાવી બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા, આ વાંદરો ચાલાક હોવાનાં પગલે પ્રવાસીઓ ઉપર હુમલો કરી તુરંત જ ખીણમાં નાસી જતો હતો,જેથી ઘણા સમયથી વનવિભાગને નિષ્ફળતા સાંપડી હતી,જે તરખાટ મચાવનાર વાંદરાને પકડવા માટે ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઇ રબારીનાં માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજનાં આર.એફ.ઓ પ્રસાદ પાટીલ સહિત વનકર્મીઓની ટીમે રાત દિવસ વોચ ગોઠવતા આખરે શુક્રવારે મળસ્કે આ વાંદરાને પાંજરે પુરવા માટે સફળતા હાથ લાગી હતી,Conclusion:આ તરખાટ મચાવનાર કપિરાજને હાલમાં વનવિભાગની ટીમે પકડી પાડી તેણે સારવારનાં અર્થે વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી સ્થાનિકો સહિત પ્રવાસીઓને ભય મુક્ત કર્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.