ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ટેસ્ટથી બચવા લોકો બોગસ ડોકટરો પાસે જઈ રહ્યાં છે

રાજ્યમાં કોરોનાએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે, આરોગ્ય વિભાગ પણ આ સંક્રમણની ચેઈન તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે લોકો આ કાર્યમાં સહાકર આપે તે જરૂરી છે, ડાંગ જિલ્લામાં લોકો સરકારના રસીકરણથી ભાગતા ફરી રહ્યા છે અને તબિયત બગડતા સરકારી દવાખાનામાં ન જઈ ખાનગી બોગ્ગસ ડોકટરોને ત્યાં પહોંચી જાય છે.

doctor
ડાંગ જિલ્લામાં ટેસ્ટથી બચવા લોકો બોગસ ડોકટરો પાસે જઈ રહ્યાં છે.
author img

By

Published : Apr 19, 2021, 12:05 PM IST

  • ડાંગ જિલ્લામાં કોરોનાંથી લોકોમાં ડર
  • સરકારી હોસ્પિટલમાં ટેસ્ટિંગ થતું હોવાથી લોકો જવાનું ટાળી રહ્યાં છે
  • લોકો સરકારી દવાખાના માં જવાનાં બદલે બોગસ ડોકટરો પાસે જાય છે

ડાંગ: રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં સંક્રમણ ખૂબ ઓછું રહ્યું જેને જોતા અત્યાર સુધી વહીવટી તંત્રને રાહત હતી જોકે કોરોનાની બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં પણ રોજેરોજ કોવિડ-19 ના કેસમાં વધારો જોવા મળતાં વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે.

પોઝિટિવ રિપોર્ટ આવવાનાં ડરે લોકો સરકારી દવાખાનામાં જવાનું ટાળી રહ્યા છે

વહીવટી તંત્રની આ ચિંતાનું કારણ જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા બોગ્ગસ ડોક્ટરો છે, ડાંગના 311 ગામોમાં આશરે 80થી વધુ બોગ્ગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે. બંગાળ, યુપી અને મહારાષ્ટ્રમાંથી આવતા આવા ડોક્ટરો ભાડાના કાચા મકાનમાં હોસ્પિટલ બનાવી લોકોની સારવાર કરતા જોવા મળી રહ્યા છે. અજ્ઞાનતાને કારણે ડાંગની પ્રજા પણ સરકારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં સારવાર ન કરાવતાં આવા ઝોલા છાપ ડોકરોને ત્યાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સરકારી ડોકરોના કહેવા મુજબ સરકાર દ્વારા RTPCR ટેસ્ટિંગ માટે ચાલતા અભિયાન મુજબ આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોના રિપોર્ટ કરવાના હોય છે જેનો આ સ્થાનિક લોકો વિરોધ કરે છે. જેઓ પોઝિટિવ રિપોર્ટ આવવાના ડરને કારણે આરોગ્ય કેન્દ્રમાં આવત નથી અને આ પરિસ્થિતિનો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો : દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

ડાંગમાં બોગસ ડીગ્રી ધારી ડોકટરો લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે

આવા ડોકટરો પોતાની પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઇન્જેકશન આપે છે અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પતરાના શેડમાં લાઇનબંધ સુતેલા દર્દીઓ, તૂટેલા ગંદા ખાટલા ઉપર કે ગરમીમાં ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બાટલા ચઢાવેલા દર્દીઓ ડાંગ જિલ્લાના મોટા ભાગના ગામોમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિક યુવક યુવતીઓને નર્સ તરીકે કામ આપી ને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા અસંખ્ય ડોકટરોને કારણે ડાંગમાં રસીકરણ અભિયાન અટકી પડ્યું છે. અને લોકોના RTPCR રિપોર્ટ પણ લઈ શકાતા નથી. કોટનના બ્લ્યુ કલરના ગાઉન ને PPE કીટ બનાવી આવા ડોકટરો પોતાની જાતને તો છેતરી રહ્યા છે સાથે ગરીબ આદિવાસી લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

તંત્રને બોગસ ડોકટરોની જાણ થતાં કાર્યવાહી ચાલું કરી

ડાંગ જિલ્લા કલકેટર અને ધારાસભ્યને આ બાબતની ફરિયાદ મળતાં તાત્કાલિક મિટિંગ બોલાવીને આવા ડોકટરો ને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે.

આ પણ વાંચો : ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

સરકારી મફત સુવિધાઓ છોડી લોકો ખાનગી ડોકટરો પાસે જવા મજબુર

કોરોનાને હરાવવા એક તરફ શહેરોમાં લોકો RTPCR રિપોર્ટ કરાવવા લાઈનો લગાવી રહ્યા છે. અને જ્યાં આવા રિપોર્ટ થતા નથી ત્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં લોકો ટેસ્ટથી બચવા મફતમાં મળતી સારવાર છોડી બોગસ ડોકટરો પાસે સારવાર લેવા જાય છે જે ખરેખર સમાજની કમનસીબી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.