ETV Bharat / state

ડાંગમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક મળી

author img

By

Published : Jan 9, 2021, 7:12 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્તર દક્ષિણ વન વિભાગના DFO પ્રવાસન નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક મળી
ડાંગમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક મળી
  • આહવા ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ
  • બેઠકમાં જિલ્લામા ચાલી રહેલા પ્રવાસન પ્રોજેક્ટના કામોની સમીક્ષા કરવામાં આવી
  • કલંબ ડુંગર, અંજન કુંડ અને બરડા ડુંગર જેવા સ્થળોના વિકાસ માટે તજવીજ હાથ ધરાઈ

ડાંગ : જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્તર દક્ષિણ વન વિભાગના DFO પ્રવાસન નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસમા જુદા જુદા વિભાગના અમલીકરણ અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરી પ્રજાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અપીલ ડાંગ કલેકટર એન.કે.ડામોરે કરી છે.

જિલ્લામાં પ્રવાસન ધામ વિકસાવવા માટેની દરખાસ્ત રાજ્ય કક્ષાએ મોકલવામાં આવી

કલેક્ટર, ડાંગના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમા માર્ગદર્શન આપતા કલેક્ટરે વન વિભાગ હસ્તકની સાકરપાતળ રેંજના કાર્યવિસ્તારમા આવેલા કલંબ ડુંગર તથા ગલકુંડ રેન્જના અંજન કુંડ, અને બરડા ડુંગરને પરીસરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવા અંગેની દરખાસ્તને રાજ્ય કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

દક્ષિણ વન વિભાગ હસ્તકના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવશે

આ ઉપરાંત દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વઘઈ સ્થિત વિખ્યાત બોટાનિકલ ગાર્ડન ખાતે કેક્ટસ હાઉસ તૈયાર કરવા સહીત ગીરાધોધ અને ગીરમાળ ધોધ પાસેના સી વ્યૂ ના તબક્કાવાર વિકાસ અંગે પણ ચર્ચા વિચારણા કરવામા આવી હતી.બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે જિલ્લામા ચાલી રહેલા જુદા જુદા પ્રવાસન પ્રોજેક્ટના કામોની પ્રગતિની સમીક્ષા સાથે, બાકી C.C. અને U.T.C. અંગે પણ ચર્ચા હાથ ધરી હતી.

બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા

ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની આ બેઠકમા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહીત સમિતિ સભ્ય બાબુરાવ ચૌર્યા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રવાસન નિગમના મેનેજર રાજેન્દ્ર ભોસલે, માર્ગ મકાન વિભાગના નાયબ ઈજનેર શ્રી એમ.આર.પટેલ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી, ચર્ચામા ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.