- ડાંગ જિલ્લામાં મુખ્યપ્રધાન બાળ સેવા યોજનાનો અમલ શરૂ કરાયો
- કોરોનાં કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે યોજના
- બાળકોને દર મહિને 5 હજારની સહાય મળશે
ડાંગઃ વૈશ્વિક મહામારી કોવિડ-19 ના સમયગાળા દરમિયાન એટલે કે માર્ચ-2020 થી ડાંગ જિલ્લામા માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે સંવેદનશીલ રાજ્ય સરકારે શરૂ કરેલી 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'(Mukhyamantri Bal Seva Yojana) નો લાભ મળવાપાત્ર થાય છે.
ડાંગમાં 11 બાળકોને યોજનાનો લાભ મળવા પાત્ર
આ યોજનાનો લાભ ડાંગ જિલ્લાના અસરગ્રસ્ત બાળકોને મળી શકે તે માટે તાજેતરમા મળેલી ડાંગ જિલ્લાની 'સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટિ' ની બેઠકમાં જિલ્લાના અસર પામેલા 11 બાળકોને અલગ તારવી તેમને સત્વરે આ યોજનાના લાભો ચૂકવવાનો સંવેદનાસભર નિર્ણય લેવાયો હતો.
જિલ્લામાં 11 બાળકોએ કોરોનાં પોતાના માતા-પિતા ગુમાવ્યાં
ઉલ્લેખનિય છે કે, કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે, માર્ચ-2020 પછી ડાંગ જિલ્લામાં 0 થી 18 વર્ષ સુધીની વયજુથ ધરાવતા 11 બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવતા તેઓ અનાથ થયા છે.
આ પણ વાંચોઃ વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા
મુખ્યમંત્રી બાળ સેવા યોજના' (Mukhyamantri Bal Seva Yojana) હેઠળ આવા બાળકોને દર મહિને ₹ 5 હજારની સહાય
સંવેદનશીલ રાજય સરકારની 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ આવા બાળકોને દર મહિને ₹ 5 હજારની સહાય તેમના બેન્ક ખાતામા આપવામા આવે છે. ત્યાર બાદ જો આવા બાળકો 18 વર્ષ પછી પણ અભ્યાસ ચાલું રાખે તો તેમને 18 થી 21 વર્ષ સુધી 'આફ્ટર કેર યોજના' હેઠળ દર મહિને રૂપિયા છ હજાર, અને ત્યાર બાદ પણ અભ્યાસ ચાલું રાખે તો 24 વર્ષ સુધી દર મહિને ₹ 6 હજાર ચૂકવવામા આવશે.
યોજનાંનાં લાભ આપવા અંગે આહવામાં બેઠક યોજાઇ
આહવા ખાતે યોજાયેલી બેઠકમાં કમિટિના અધ્યક્ષ સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી, ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના ચેરમેન હંસાબેન પટેલ, આહવા સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અધિક્ષક દાનિયેલ ગામિત, સ્વૈચ્છિક સંસ્થા શિવારીમાળના પ્રતિનિધિ સુરેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનુ સંચાલન 'સ્પોન્સરશીપ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટિ' ના સભ્ય સચિવ-વ-જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોષીએ સંભાળ્યું હતુ.