આ પોર્ટલના માધ્યમથી અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ મળવાપાત્ર સહાય સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.
આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે-સાથે ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે 7-12 અને 8-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંકની પાસબુકની વિગત વગેરે સાથે રાખવુ જરૂરી છે.
ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી સહી અથવા અંગુઠો કરી જરૂરી કાગળો સાથે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકાકક્ષાએ અથવા તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારીને પહોંચાડવાની રહેશે. જેથી જિલ્લાના ખેડૂત મિત્રોએ વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ મળશે.