ETV Bharat / state

અંબિકા નદીમાં ઘોડાપુર, લોકો બન્યા સંપર્ક વિહોણા

ડાંગઃ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. વરસાદી વાતાવરણને લઇને ઉનાળામાં નદી, નાળા, ચેકડેમો સિંચાઈની સુવિધાઓ માટેની સમસ્યાઓ દૂર થઈ જાય તેવો વરસાદ પડ્યો છે. હાલમાં વરસાદે ફરીવાર તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઠેરઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

અંબિકા નદીમાં ઘોડાપુર, લોકો બન્યા સંપર્ક વિહોણા
author img

By

Published : Sep 10, 2019, 9:34 AM IST

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ગિરિમથક સાપુતારામાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. જિલ્લાનું મુખ્ય મથક આહવા, પ્રવેશ દ્વારા વઘઇ અને સુબીર તાલુકાઓમાં આકાશમાં વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ ધોધમાર વરસાદ ચાલું થતાં જિલ્લાની નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના લીધે ઘોડાવહળ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યાં હતાં. વરસાદે રોદ્ર સ્વરુપ ધારણ કરતાં અંબિકા નદી ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી હતી. નાના ખાબોચિયા, કુવા - વહેળા પાણીથી છલકાઇ ગયા હતાં.

અંબિકા નદીમાં ઘોડાપુર, લોકો બન્યા સંપર્ક વિહોણા

ગિરિમથક સાપુતારા સહિત ચીંચલી, પીપલદહાડ, શામગહાન, આહવા, વઘઇ, સુબિરના વિસ્તારોમાં વરસાદ ચાલું રહ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર આહવામાં સૌથી વધુ ૧૦૩mm, અને વઘઇમાં ૭૮ mm વરસાદ નોંધાયો હતો, જ્યારે ગિરિમથક સાપુતારામાં ૬૪ mm અને સુબિરમાં ૪૯ mm વરસાદ નોંધાયો હતો.

Intro:ડાંગ જિલ્લામાં ચાલું વર્ષે સારા વરસાદ ના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. ઉનાળામાં નદી, નાળા, ચેકડેમો સિંચાઈની સુવિધાઓ માટેની સમસ્યાઓ દૂર થઈ જાય તેવો માફકસર વરસાદ પડ્યો છે. ગયા માસના અંતે વરસાદે વિરામ લીધા બાદ સપ્ટેમ્બર માસમાં ત્રણે તાલુકાઓમાં ઝરમર વરસાદ નોંધાયો હતો પણ હાલમાં વરસાદે ફરીવાર તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઠેરઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

Body:પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ગઈ કાલે ગિરિમથક સાપુતારામાં વરસાદ મનમૂકીને વરસી ગયો હતો જ્યારે અન્ય ત્રણ તાલુકાઓ કોરાકટ રહ્યા હતા. આજે સવારથી જિલ્લાનું મુખ્ય મથક આહવા, પ્રવેશદ્વારા વઘઇ અને સુબીર તાલુકાઓમાં આકાશમાં વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ ધોધમાર વરસાદ ચાલું થતાં જિલ્લાની ચારેય નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના લીધે ઘોડાવહળ ગામનો કોઝવે પાણીથી ગરકાવ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. વરસાદે રોદ્ર સ્વરુપ ધારણ કરતાં અંબિકા નદી ગાંડીતુર બની બન્ને કાંઠે વહેવા લાગી હતી. નાના ખાબોચિયા, કુવા - વહેળા પાણીથી છલકાઇ જવા પામ્યા હતા.

Conclusion:ગિરિમથક સાપુતારા સહિત, ચીંચલી, પીપલદહાડ, શામગહાન,આહવા, વઘઇ, સુબિરના વિસ્તારોમાં આજે દિવસભર વરસાદ ચાલું રહ્યો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર આહવામાં સૌથી વધુ ૧૦૩mm, અને વઘઇમાં ૭૮ mm વરસાદ નોંધાયો હતો જ્યારે ગિરિમથક સાપુતારામાં ૬૪ mm અને સુબિરમાં ૪૯ mm વરસાદ નોંધાયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.