રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત બાર દિવસ સુધી તાંડવ કર્યા બાદ જનજીવન થાળે પડ્યું હતુ. ડાંગ જિલ્લાના દરેક પંથકોમાં ચાર દિવસથી હળવો વરસાદ નોંધાયો હતો.ત્યારે શામગહાન, ગિરિમથક સાપુતારા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.શામગહાન સાપુતારા પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદનાં પગલે પંથકની અંબિકા અને ગીરા નદીઓમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. ડાંગના વઘઇ, આહવા અને સુબિર તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
ડાંગ જિલ્લોએ જંગલ વિસ્તાર ધરાવતો હોવાથી વરસાદ ના કારણે શામગહાન પંથકના ગામડાઓમાં નાળાઓમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વરસાદી હેલીઓની વચ્ચે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઇ રહેતાં અહીંના દ્રશ્યો પ્રવાસીઓ માટે આહલાદક બન્યા હતા.