ETV Bharat / state

ડાંગમાં કોરોના વાઈરસને રોકવા આરોગ્ય વિભાગ સજ્જ

ડાંગ : કલેકટર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા વહીવટી તંત્રના સ્ટાફ જોડે બેઠકો યોજીને કોરોના વાઇરસ સામે તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવે છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ પણ કોરોના વાઇરસને રોકવા માટે સજ્જ બન્યું છે. કોરોના વાઇરસ સામે લડવા આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

author img

By

Published : Mar 23, 2020, 8:02 PM IST

health
ડાંગ

ડાંગ : જિલ્લામાં અત્યાર સુધી એકપણ કોરોના શંકાસ્પદ કેસ નોંધવા પામ્યો નથી. છતાં સતર્કતાના ભાગરૂપે અગાઉથી જ આહવા સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સ્ટેટમાંથી આવનારા વ્યક્તિઓ અને ખાંસી, શરદી ધરાવનાર શંકાસ્પદ વ્યક્તિઓ માટે સુબિર, વઘઇ અને શામગહામાં પી.એચ.સી દીઠ પાંચ- પાંચ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

ડાંગમાં કોરોના વાઈરસને રોકવા આરોગ્ય વિભાગ સજ્જ

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સંજયભાઈ શાહે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સાવચેતીના સૂચનો ધરાવતા પોસ્ટરો, બેનર્સ, હોર્ડિગ્સ ઠેર-ઠેર લગાવવામાં આવ્યાં છે. તથા કોરોના વાઇરસથી આરોગ્યની કાળજી અને સાવચેતીનાં પગલાંની જાણકારી માટેનાં પેમ્પલેટ્સ છાપીને દરેક જગ્યાએ લોકોને આપવામાં આવી રહ્યાં છે.

ડાંગ જિલ્લાના 7 એન્ટ્રી રોડ, જે જંગલ ખાતાની હસ્તક આવે છે. તેમજ અન્ય રાજ્યનાં ચેકપોસ્ટ હોય તેવી જગ્યાએ પોલીસ બંદોબસ્તની સાથે આરોગ્યની ટીમ દ્વારા બહારથી આવનાર મુસાફરોનું સ્ક્રીનીંગ કર્યા બાદ જ જિલ્લામાં એન્ટ્રી આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં ગામડાઓ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવ્યા છે, ત્યારે અમુક ગામડાંઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓનો અભાવ તથા ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં શિક્ષણનું ઓછું પ્રમાણ હોવાનું ધ્યાને રાખીને આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા દરેક ગામડાંઓમાં નાની મોટી બીમારી ધરાવનાર લોકોનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.