શામગહાન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સવારથી જ આકાશમાં વરસાદી વાતાવરણ બન્યું હતું તથા સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. બપોર બાદ લગભગ 4 વાગ્યાંની આસપાસ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વીજળી ડૂલ થઈ હતી. જ્યારે અડધો કલાક વાવાઝોડા સાથે વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણમાં ઠંડી અને ધુમ્મસ પ્રસરી હતી.
છેલ્લા થોડા દિવસો થી ડાંગ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ત્યારે લોકોને ઠંડક નો અનુભવ થયો છે. સાથે અમુક વિસ્તારોમાં લોકોના મોટા પાયે નુકસાન થયાની પણ માહીતી મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.