ડાંગ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આહવા અને સુબીર તાલુકાના ગામડાઓને જોડતાં 14 જેટલા મુખ્ય રસ્તાઓ જર્જરિત છે. જેથી સ્થાનિક નેતાઓ દ્વારા કેબીનેટ પ્રધાન ગણપત વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. જેથી કેબીનેટ પ્રધાન ગણપત વસાવા દ્વારા અંદાજે રૂપિયા 2997.98 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
રાજ્યનાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનાં નેતૃત્વ હેઠળ ડાંગ જિલ્લાનાં પ્રભારી અને પ્રધાન રમણલાલ પાટકર અને સંગઠન પ્રભારી કરશનભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા અને મહામંત્રીઓએ 4 ઓગસ્ટનાં રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાંગનાં અંતરિયાળ વિસ્તારના આહવા અને સુબીર તાલુકાના ગામડાઓને જોડતાં 14 જેટલા મુખ્ય રસ્તાઓ જર્જરિત છે. જે રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડાંગ જિલ્લાનાં કુલ-14 રસ્તાઓ મંજૂર કર્યા છે.
જેમાં શિંગાણાથી કાકશાળા રોડ, ગારખાડીથી શેપુંઆબા-પિપલાઈદેવી રોડ, કરંજડાથી શેપુઆબા, બરડીપાડાથી સીવરખડી, લવચાલીથી ચીચલી વાયા પિપલાઈદેવી, ચિકટીયાથી કલમપાણી, ગલકુંડથી કાંચનધાટ, ગલકુંડ ચૌકર્યા રોડ વાયા લીંગા, વડથાલથી ભવાનદગડ, બોરખલથી લીંગા, બોરખલથી પાડવા (હોલબારી ) અને પિપરીથી ભવાનદગડ કુલ રૂપિયા 2997.98 લાખ મંજૂર કર્યા છે.
ડાંગ જિલ્લામાં જંગલખાતા હસ્તકના આ 14 જેટલા જર્જરીત રસ્તાઓ મંજૂર થઇ જતા ડાંગી જનજીવનમાં ખુશી જોવા મળી રહી છે.