ડાંગ: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનમાં ઘણા લોકોનાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા. ગુજરાત રાજયના ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ પર નભતા અને ઘોડેસવારી કરીને પોતાનું ગુજરાન ચલાવનારા લોકોને સરકાર તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાપુતારમાં સરકારની ગાઈડલાઈન મુજબ હોટેલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. પણ અન્ય એક્ટિવિટીઓ ચાલુ કરવામાં આવી નથી. જેના કારણે એડવેન્ચર એક્ટિવિટીઓ સાથે સંકળાયેલા લોકોની હાલત પણ વધુ કફોડી બની છે. અહીં મૂળ બિહારના ઘોડેસવાર વ્યક્તિઓ જેઓ સાપુતારામાં પ્રવાસીઓને ઘોડેસવારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે હાલ દરેક એક્ટિવિટી બંધ રહેતાં તેઓ નિઃસહાય બન્યાં છે. ત્યારે, મંગળવારના રોજ શાહગમન સેન્ટ ઝેવિયર્સ સોશિયલ સર્વીસ સોસાયટી દ્વારા આ ઘોડેસવારોને જરૂરી અનાજની કીટ વિતરણ કરીને માનવતાં મહેકાવી હતી. અનાજની કીટમાં તેઓને એકનું મહિના માટેનું રાશન આપવામાં આવ્યું હતું.