ETV Bharat / state

ડાંગના ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટ્સની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી મુલાકાત - આત્મા પ્રોજેક્ટ

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલ ડાંગ જિલ્લાની મુલાકાતે છે. તેમની ડાંગ પ્રવાસના ત્રિજા દિવસે ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટ્સની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી.

Acharya Devvarta
Acharya Devvarta
author img

By

Published : Sep 12, 2020, 7:42 PM IST

ડાંગઃ જિલ્લાની મુલાકાત પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રીજા દિવસની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના મહેનતકશ ખેડૂતોના ઘર, ખેતર અને પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના લહાન દાબદર અને જામલાપડા (રંભાસ) ગામની મુલાકાત વેળા રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, અહીં ઉપજતા ખેત ઉત્પાદનો, તેના મૂલ્ય વર્ધિત પ્રોસેસ સાથે પશુપાલન પ્રવૃત્તિની ખેડૂતો-પશુપાલકો પાસેથી જાત માહિતી મેળવી હતી.

Acharya Devvarta
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાલ ડાંગ જિલ્લાની મુલાકાતે

અહીંની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા સાથે કેટલાક સંશાધનોની મર્યાદામાં સ્થાનિક સ્તરની ખેતી અને પશુપાલનમાંથી મોટાપાયે થતી રોજગારી સર્જનથી રાજ્યપાલ અભિભૂત થયા હતા. તેમજ સ્થાનિક પદ્ધતિ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

લહાન દાબદર ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ભોયે પરિવારના ઘર અને ખેતરની મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા ભોયે બંધુ સીતારામ, રજીનભાઈ, કાશીરામભાઈ અને કૃષ્ણ સુરેશભાઈ દ્વારા તેમની 4 હેક્ટરથી વધુ જમીનમાં સ્થાનિક દેશી જાતમાં વિવિધ પ્રકારના ડાંગર, રાગી, અડદ, તુવર, મગફળી, શાકભાજી સાથે ફળોની ખેતી કરવામાં આવે છે. ડાંગી જાતની ગાય સહિત 26 જેટલા પશુધન પાળી વર્ષે 4 હજાર લીટર દૂધનું પણ ઉત્પાદન મેળવે છે.

Acharya Devvarta
ફાર્મની રાજ્યપાલે મુલાકાત લઈને સ્વ માહિતી મેળવી

રાજય સરકારની સહાય વડે જમલાપાડા (રંભાસ) ખાતે બીરારી પરિવારે અંબિકા હળદર ફાર્મ વિકસાવ્યું છે. આ ફાર્મની રાજ્યપાલે મુલાકાત લઈને સ્વ માહિતી મેળવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ પ્રોજેક્ટ હેઠળ દક્ષાબેને મહિલાઓના સખી મંડળનું પણ ગઠન કર્યું છે, અને તેના 25 જેટલા સભ્યોને આજે ઘર આંગણે રોજગારી મળી રહી છે.

જામલાપાડા ખાતે વર્ષ 2007થી કાજુ પ્રોસેસિંગ યુનિટ પણ શરુ કરવામાં આવ્યું છે. શ્રી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ સહિત નાગલી ધાન્યની વિવિધ બનાવટો, કેરીનો રસ, અથાણા, મુરબ્બા અને જામ બનાવી વેચાણ કરવામાં આવે છે. આ માટે આઉટ લેટ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્યપાલની ગ્રામ્ય વિસ્તારની આ મુલાકાત દરમિયાન ડાંગ કલેકટર એન. કે. ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, ખેતી, બાગાયત અને પશુપાલન સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ઉપસ્થિત રહી પૂરક જાણકારી આપી હતી.

Acharya Devvarta
ડાંગના ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટ્સની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.