ETV Bharat / state

ડાંગ પેટા ચૂંટણીના મતદારો માટે સારા સમાચાર, મતદાનના દિવસે સવેતન રજા મળશે - મતદારો

ડાંગ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાશે, જેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે. જોકે, ડાંગના મતદારો માટે સારા સમાચાર આવ્યા છે. તેમને મતદાનના દિવસે નોકરીમાંથી સવેતન રજા મળશે. ડાંગ જિલ્લાની વટાઉખત અધિનિયમ- 1881ની જોગવાઈઓ લાગુ પડતી ના હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે સવેતન રજા જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. અને જો કોઈ આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડાંગ પેટા ચૂંટણીના મતદારો માટે સારા સમાચાર, મતદાનના દિવસે સવેતન રજા મળશે

author img

By

Published : Oct 30, 2020, 1:20 PM IST

  • ડાંગ પેટા ચૂંટણીના મતદાતાઓ માટે સારા સમાચાર
  • તમામ મતદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે
  • કોઈ પણ નોકરીદાતા આ હુકમનું ઉલ્લંઘન નહીં કરી શકે

ડાંગઃ 3 નવેમ્બરે ડાંગ વિધાનસભા મત વિભાગની યોજાનારી પેટા ચૂંટણી અન્વયે મત વિભાગમાં સમાવિસ્ટ તમામ વિસ્તારોમા આ દિવસે 1948ના મુંબઈ દુકાનો અને સંસ્થા અધિનિયમ તેમ જ 1948ના કારખાના અધિનિયમ હેઠળ રજા જાહેર કરવી. મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈ પણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈ પણ સંસ્થામા નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે રજા મંજૂર કરવી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 135 (બી) અન્વયે રજા મંજૂર કરવામા આવી હોય તેવી કોઈ પણ વ્યક્તિના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં અને જો કોઈ આવી વ્યક્તિ સામાન્ય રીતે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવી હોય તેવી વ્યક્તિ રજા પણ હોત અને તે દિવસે તેને જે વેતન મળવાપાત્ર હોય તેટલુ વેતન મંજૂર કરવું પડશે.

જો કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો રૂપિયા 500નો દંડ થશે

જો કોઈ વ્યક્તિ નોકરી પર રાખનારા પેટા કલમ-2 અથવા પેટા કલમ-2ની જોગવાઈઓનુ ઉલ્લંઘન કરશે તો આવા નોકરીદાતાને રૂપિયા 500 સુધીનો દંડ થશે. આ કલમ એવા કોઈ પણ મતદારને લાગુ નહીં પડે કે તે જ્યા નોકરી સાથે સંકળાયેલા છે ત્યાં તેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરિણમે. ચૂંટણી પંચની જોગવાઈ અનુસાર તમામ સંસ્થાઓ અને દુકાનો કે જ્યાં સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાની છે. તેવા મત વિભાગમાં મતદાનના દિવસે બંધ રાખવાની રહેશે. જોકે, એવા કોઈ પણ કિસ્સા બને છે કે નોંધાયેલા મતદાર જે મત વિભાગમાં વસવાટ કરતો હોય જ્યાં સામાન્ય કે પેટા ચૂંટણી હોત તેવા મતવિભાગની બહારના વિસ્તારમા આવેલા ઔદ્યોગિક એકમ કે સંસ્થામા નોકરી કરતો હોય તેવા મતદારો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)1 હેઠળ સવેતન રજાનો હક્કદાર રહેશે. આ અધિનિયમ હેઠળ રોજમદાર/કેઝ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.