ETV Bharat / state

ડાંગ જિલ્લામાં સુબીર ખાતે પ્રથમ વખત પુરૂષ નસબંધી ઓપરેશન સેવાનો પ્રારંભ - ડાંગ ન્યૂઝ

ડાંગ જિલ્લામાં સુબીર ખાતે પ્રથમ વખત પુરૂષ નસબંધી (NVS) ઓપરેશન સેવાનો પ્રારંભ કરાયો છે. સૌપ્રથમ ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગના પ્રયાસથી 9 લાભાર્થીઓએ ઘરઆંગણે લાભ લીધો હતો.

Breaking News
author img

By

Published : Jun 27, 2020, 6:41 PM IST

ડાંગ: જિલ્લામાં સુબીર ખાતે પ્રથમ વખત પુરૂષ નસબંધી (NVS) ઓપરેશન સેવાનો પ્રારંભ કરાયો છે. સૌપ્રથમ ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગના પ્રયાસથી 9 લાભાર્થીઓએ ઘરઆંગણે લાભ લીધો.

સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોવિડ-19 ના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટેના લીધેલા પગલાના ભાગરૂપે આરોગ્ય લક્ષી મહત્વના કાર્યક્રમોની સેવાઓને મોકુફ રાખવાની ફરજ પડી હતી. તેમાનો એક અગત્યનો કાર્યક્રમ એટલે પરિવાર નિયોજન કાર્યક્રમ. કોવિડ-19ના કારણે પરિવાર નિયોજનના કાર્યક્રમને મોકુફ રાખવો પડ્યો હતો. જેને લઇને ઘણાં પરિવારો પરિવાર નિયોજનની કાયમી પધ્ધતિથી વંચિત રહયા હતા.

ગુજરાત સરકારશ્રીના પ્રજાલક્ષી નિર્ણયોના કારણે આ સેવાઓને કોવિડ-19 ના દિશા-નિર્દેશના પાલન સાથે મર્યાદામાં રહીને આરોગ્ય સંસ્થાઓમાં સેવાઓ શરૂ કરવા સૂચનો કરવામાં આવેલા છે.

ડાંગ જિલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ અધિક્ષકશ્રી ડો.રશ્મિકાંત કોંકણીના સંયુક્ત પ્રયાસથી સિવિલ હોસ્પિટલ આહવાના સર્જરી પેનલના સર્જન શ્રી ડો.સુરેશ પવાર અને તેમની ટીમના સહકારથી ડાંગના પૂર્વપટ્ટી ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિંગાણા,પીપલદહાડ તથા ગારખડીના લાભાર્થીઓને પરિવાર નિયોજનની સેવા મેળવવા જિલ્લા મથક આહવા સુધી આવવુ પડતુ હતું, પણ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમના ઉત્સાહભર્યા પ્રયાસને કારણે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્ર,સુબીર ખાતે 20 જુનના રોજ પ્રથમવાર ટાંકા વગરનું પુરૂષ નસબંધી ઓપરેશનની સેવા શરૂ કરી ઘર-આંગણે નજીકમાં જ પરિવાર નિયોજનની સેવાનો પ્રારંભ કરવામાં આવેલો છે.

જેમાં કુલ 9 જેટલા લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો છે. સેવા મેળવેલા લાભાર્થીઓએ ખુબ જ ખુશ થઇને સરકારશ્રી તથા સમગ્ર આરોગ્યની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

પરિવાર નિયોજનની આ કામગીરીને સફળ બનાવવા માટે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.દિલિપકુમાર શર્મા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિંગાણા તથા પીપલદહાડના તબીબી અધિકારીશ્રી ડો.હિરેન પટેલ,ડો.ભાગ્યેશ પટેલ તથા તાલુકા સુપરવાઈઝરશ્રી મંજીભાઇ તુમડા અને અન્ય આરોગ્ય કાર્યકરોએ લાભાર્થીઓને સેવા,ફાયદાઓ સમજાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.