ETV Bharat / state

આહવા સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી

author img

By

Published : Feb 19, 2020, 3:29 AM IST

ડાંગ જિલ્લાનાં વહીવટ મથક આહવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડિલીવરીનાં કેસ આવ્યા હતા. જેમાંથી બે કેસ ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા.

આહવા સિવિલ હોસ્પિટની સરાહનીય કામગીરી
આહવા સિવિલ હોસ્પિટની સરાહનીય કામગીરીઆહવા સિવિલ હોસ્પિટની સરાહનીય કામગીરી

ડાંગ: જિલ્લાનાં વહીવટ મથક આહવા સિવિલ હોસ્પિટલમાં ત્રણ ડીલીવરીનાં કેસ આવ્યા હતા. જેમાંથી બે કેસ અતિ ગંભીર હોવાથી તાત્કાલિક ઑપરેશન કરવાની ફરજ પડી હતી. જિલ્લાના પીપલપાડા ગામનાં 22 વર્ષીય એલીશાબેન સલમોન પવારનાં ગર્ભમાં બાળક સાથે રહેતો પ્લેસન્ટાનો ભાગ ફાટી જવાથી લોહી ઘણુ વહી રહ્યુ હતુ.

જેને ગંભીર હાલતમાં સિવિલમાં લઇ આવ્યા હતા. જેનુ લોહી A-નેગેટીવ હોવાથી અહીં મળવુ મુશ્કેલ હતુ. એમને બહાર રીફર કરવાનો પણ સમય ન હતો. બીજો કેસ મોટામાળુંગાની 23 વર્ષની મહિલા મંગલા મહેન્દ્ર વારડેની ગર્ભાશયની કોથળી ફાટી જવાથી બાળકની હાલત ખુબજ ગંભીર હતી.

આહવા સિવિલ હોસ્પિટની સરાહનીય કામગીરી

આ બન્ને મહિલાઓનું રાત્રી દરમિયાન આહવા સિવિલ હોસ્પિટલમાં ડૉ.સાવન જોષી (ગાયનેક), ડૉ.જલપેન પટેલ (એનેસ્થેસિયા) અને તેમની ટીમ દ્વારા ઑપરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં બન્ને આદિવાસી માતાઓ અને બાળકોને ડૉક્ટરોની અથાગ મહેનતથી બચાવી લેવામાં આવ્યા હતા. હાલ, બન્ને બાળકોની હાલત સ્થિર હોવાનાં પગલે બન્ને પરિવારોએ આહવા સિવિલ હોસ્પિટલનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.