ETV Bharat / state

નેટવર્ક સમસ્યાના કારણે બાળકો ટાવર નજીક બેસીને મેળવે છે ઓનલાઇન શિક્ષણ - network problem

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં ઓનલાઈન શિક્ષણની વાતો પોકળ સાબિત થઈ રહી છે. કોરોનાં મહામારીનાં કારણે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર વિકલ્પ બન્યો છે ત્યારે સુબિર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાના કારણે બાળકો ટાવર નીચે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે.

નેટવર્ક સમસ્યાના કારણે બાળકો ટાવર નજીક બેસીને મેળવે છે ઓનલાઇન શિક્ષણ

author img

By

Published : Apr 21, 2021, 6:23 PM IST

  • ડાંગ જિલ્લામાં નેટવર્ક સમસ્યા
  • વિદ્યાર્થીઓ ટાવર નીચે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવવી રહ્યા છે
  • કાળઝાળ ગરમીમાં બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર

ડાંગઃ જિલ્લાના સુબિર તાલુકામાં નેટવર્ક સમસ્યાના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મેવળવવું કપરું બની ગયું છે. અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા ઉપરાંત ગરીબ બાળકો જોડે સ્માર્ટફોનની સુવિધાઓનો અભાવ. સુબિર તાલુકાનાં 40 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ફક્ત એક જ નેટવર્ક છે. જેનાથી ઓનલાઈન શિક્ષણ તો દૂરની વાત પરંતુ ઇમરજન્સી સેવાઓ પણ થઈ શકતી નથી. નેટવર્ક સમસ્યાના કારણે આ વિસ્તારનાં બાળકો 5 કિલોમીટર ચાલીને ટાવર નીચે બેસીને ખુલ્લાં મેદાનમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે.

કાળઝાળ ગરમીમાં બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર

સુબિર તાલુકાના 40 ગામડાઓમાં ફક્ત એક જ નેટવર્ક

સુબિર તાલુકા પીપલદહાડ ગામે આવેલ BSNL કુલ 30થી 40 ગામોને નેટવર્ક કવરેજ આપે છે. જેમાં પીપલદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત, ખામ્બલા ગ્રુપ ગ્રામ પંચાયત, ચીંચવિહીર ગ્રુપ ગ્રામ પંચાયત, સેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયત, નકટયા હનવત ગ્રુપ ગ્રામ પંચાયત, કિરલી ગ્રુપ ગ્રામ પંચાયત અને માળગા ગ્રુપ ગ્રામ પંચાયતના આબુંર અને ઢોલિયા ઉમ્બર ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારનાં બાળકો દૂર દૂરથી ચાલીને ટાવર નીચે આવીને ભણી રહ્યા છે. જંગલ વિસ્તારમાં યોગ્ય વ્યવસ્થા પણનાં હોવાથી કાળઝાળ ગરમીમાં બાળકો ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે.

વિદ્યાર્થીઓ ટાવર નીચે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવવી રહ્યા છે

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં ઓનલાઇન શિક્ષણના વાયદા ખોટા સાબિત, વનવાસી વિસ્તારમાં નેટવર્ક વિના ઓનલાઇન અશક્ય

નેટવર્ક સમસ્યા હલ કરવા અંગે ગ્રામજનોની કેબિનેટ પ્રધાનને રજૂઆત

નેટવર્ક સમસ્યા બાબતે સુબિર તાલુકાના જાગૃત નાગરિકોએ સિનિયર કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી. તેમજ ડાંગ જિલ્લાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય વિજયભાઈ પટેલે તો આ બાબતે જાણે મૌન સેવી લીધું છે, તેમ જણાઈ રહ્યું છે. નેટવર્ક સમસ્યા હલ કરવા માટે લોકોની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ડાંગ જિલ્લામાં નેટવર્ક સમસ્યા
ડાંગ જિલ્લામાં નેટવર્ક સમસ્યા

ટાવરનું ઈ-ખાતમુહૂર્ત કરયા બાદ પણ નેટવર્ક સમસ્યા હલ નથી થઈ નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ચીંચવિહીર અને પોળસમાળ ગામે BSNL ટાવરનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ આજદિન સુધી અહીંના નેટવર્ક બનાવવાની જગ્યાએ ત્રિકમ પાવડાનો ઉપયોગ થયો નથી. નેટવર્ક બાબતે તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, નેતાઓ ફક્ત ખાતમુહૂર્ત કરી ફોટા પડાવી જાય છે. તેમને લોકોના કામમાં કોઈ રસ નથી. નેટવર્ક સમસ્યાના કારણે કાળઝાળ ગરમીમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવા 5 કિમી દૂર ચાલીને જવું પડે છે. જે બાબતે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડાંગની બરડીપાડા ગ્રામ પંચાયતોમાં નેટવર્ક સમસ્યા હલ નહીં થાય તો ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.