ડાંગ: કોરોનાના કેહેરને અટકાવવા સમ્રગ વિશ્વમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. જેને લઇને કેટલાક ગરીબો અને મધ્યવર્ગના લોકોને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની મદદ માટે કેટલાક લોકો વહારે આવી રહ્યા છે. ત્યારે ડાંગનું શૈક્ષણિક ગણ પણ લોકોની સેવા કરવા માટે પાછળ રહ્યું નથી.
જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભૂસારાએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના શેરડીના કામથી મંજુરી કામ કરવા આવેલા અને આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય તેવા લોકોને શિક્ષણ વિભાગ વતી જીવન જરૂરિયાતની તમામ અનાજ સાથેની કીટ વિતરણ કરવામાં આવશે.આ સેવા કાર્યમાં માધ્યમીક શાળાનાં 250 જેટલાં શિક્ષકો અને પ્રાથમિક શાળાના 1700 જેટલાં શિક્ષકો જોડાયા છે. સાથે સી.આર.સી, બી.આર.સી અને નિરીક્ષકોને પણ સાંકળવામાં આવ્યા છે. મંગળવારે અનાજ વિતરણની 300 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે. આહવા ખાતે હાજર શિક્ષકો દ્વારા આ અનાજ કીટ પેકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.આ કીટમાં અનાજ ની પ્રાથમિક જરૂરિયાત જેમકે પાંચ કિલો ચોખા, કઠોળ 1 કિલો, 1 કિલો તેલ, 2-2 કિલો કાંદા બટાકાની સાથે મસાલા આપવામાં આવી રહ્યાં છ