ETV Bharat / state

ડાંગ જિલ્લાના વૈદ્ય આયુર્વેદીક ઉપચારથી લોકોની કરી રહ્યા છે સેવા - ડાંગમાં ભગત

ડાંગ જિલ્લામાં ભગત નામથી ઓળખાતા વૈદ્ય ડાંગના જંગલમાં ઉગતી વનસ્પતિઓનો ઉપયોગ કરી લોકોની આરોગ્યલક્ષી સેવા કરે છે. કોરોનાં મહામારી દરમિયાન ભગત વૈદ્યએ ઉકાળો બનાવ્યો હતો અને લોકોમાં ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

service-to-the-people-through-ayurvedic-treatment-by-the-homeopathy-doctor-of-dang-district
ડાંગ જિલ્લાના વૈદ્ય દ્વારા આયુર્વેદિક ઉપચારથી લોકોની સેવા
author img

By

Published : Nov 8, 2020, 3:45 PM IST

  • ડાંગનાં જંગલમાં મળતી વનસ્પતિઓમાંથી બનાવે છે દવાઓ
  • દરેક બિમારીઓની સારવાર આયુર્વેદીક પદ્ધતિથી કરે છે
  • કોરોના દરમિયાન લોકોમાં ઉકાળાનું કર્યું વિનામૂલ્યે વિતરણ

ડાંગઃ ડાંગ જિલ્લામાં ભગત નામથી ઓળખાતા વૈદ્ય ડાંગના જંગલમાં ઉગતી વનસ્પતિઓનો ઉપયોગ કરી લોકોની આરોગ્યલક્ષી સેવા કરે છે. કોરોનાં મહામારી દરમિયાન ભગત વૈદ્યએ ઉકાળો બનાવ્યો હતો અને લોકોમાં ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

service-to-the-people-through-ayurvedic-treatment-by-the-homeopathy-doctor-of-dang-district
ડાંગ જિલ્લાના વૈદ્ય દ્વારા આયુર્વેદિક ઉપચારથી લોકોની સેવા

કુદરતી વનસંપદાથી ભરપૂર ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. જિલ્લાના વન પ્રદેશમાં અનેક પ્રકારની દુર્લભ વનઔષઘી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અહીં જડીબુટ્ટીથી અસાધ્ય રોગોની સારવાર કરતા અનેક લોકો છે. જેઓ ભગતના નામથી ઓળખાય છે. ડાંગ જિલ્લો ત્રણ બાજુથી મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો છે. હાલમાં કોરોના વાઇરસનો કહેર વિશ્વવ્યાપી છે. જેને અટકાવવા સરકાર દ્વારા આવશ્યક તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં વૈદ્ય પણ સામેલ બન્યાં છે.

ડાંગ જિલ્લાના વૈદ્ય આયુર્વેદીક ઉપચારથી લોકોની કરી રહ્યા છે સેવા
ડાંગના પારંપારિક વૈદ્ય જેઓ ભગત તરીકે ઓળખાય છે

ઔષદ્યી જડીબુટ્ટીથી અનેક રોગોનો ઉપચાર કરતા ડાંગના પારંપારિક વૈદ્ય કે જેઓ સ્થાનિક ભાષામાં ભગત તરીકે ઓળખાય છે. આ ભગત પણ કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લા વહિવટી તંત્રની સાથે સહયોગી બન્યા છે. જિલ્લાના જંગલ વિસ્તારમાં નાના ગામોમાં ભગત લોકો દર્દીઓની સારવાર દ્વારા સેવા કરી રહ્યા છે. આ વૈદ્ય જંગલની વનસ્પતિઓનો ઉપયોગ કરી ઉપચાર કરતાં હોય છે. આ ભગત જોડેથી ઉપચારની પદ્ધતિ વંશ પરંપરાગત હોય છે અથવા વડિલ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને ઉપચાર પદ્ધતિ શીખી હોય છે.

વૈદ્ય દ્વારા કરાયું ઉકાળાનું વિતરણ

લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો ખૂબ જ જરૂરી છે. ત્યારે લગભગ 100 થી 150 જાતની વનસ્પતિઓનાં મૂળિયાં,છાલ,પાંદડાં વગેરેને મીક્ષ કર્યા બાદ ઔષધિને વાટીને તેનો ઉકાળો બનાવામાં આવે છે, આ ઉકાળો લોકોને પીવડાવવામાં આવતો હતો. આ વૈદ્ય વિનામુલ્યે લોકોને ઉકાળાનું વિતરણ કરતાં હોય છે.

વનસ્પતિનાં ઉપયોગ થકી બીમારીઓની સારવાર

ધવલીદોડ ગામનાં વૈદ્ય જાનું ઠાકર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત હતા. હવે દલપતભાઈ પોતાના ગામમાં જ કેન્સર, દમ, ડાયાબીટીશ, કિડની, નિ:સંતાનપણું, બ્લડ પ્રેશર, ટીબી, લકવા, પથરી વગેરે જેવી બીમારીઓની સારવાર કરે છે. તેઓ ડાંગનાં જંગલમાં મળતી વનૌષધિઓનો ઉપયોગ કરેે છે.

સારવારમાં ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓ

ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. અહીં વન પ્રદેશમાં અનેક પ્રકારની દુર્લભ ગણાતી વનઔષદ્યી ભરપૂર પ્રમાણમાં છે. આ વનસ્પતિઓમાં હરે કાંદ, રગત રોહડા, સતાવરી, અર્જુન સાદડાં, તેટુ, સાલાય, કોઠા, બીવલા, સફેદ મૂસળી, સાગની છાલ, સાદડાંની છાલ, આ ઉપરાંત અન્ય 150થી પણ વધું વનસ્પતિઓનાં મૂળિયાં, છાલ અને પાંદડાંઓ વગેરેનો ઉપયોગ કરી વૈદ્ય દ્વારા સારવાર કરે છે.

લોકડાઉન અને કોરોનાં સંક્રમણ વચ્ચે જિલ્લા કલેક્ટરની ભગતો સાથે મીટીંગ

ડાંગના કલેકટર એન.કે.ડામોરે ભગતો સાથે મીટીંગ યોજી તેઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આપની પાસે બહારના કોઇપણ દર્દીઓ સારવાર માટે આવે ત્યારે સાવચેતીના પગલા લેવા માટે શું કરવુ જોઇએ? અને શું ન કરવુ જોઇએ? આપણાં ગામ-નગરને સ્વચ્છ રાખવા તેમજ ગંદગી ન રહે તેની કાળજી લેવાની છે, શરદી-ખાંસી-તાવના લક્ષણો ધરાવતા દર્દીઓથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે, સેનિટાઈઝરનો હંમેશા ઉપયોગ કરવો, હાથ સાબુથી ધોવા, સ્વચ્છતા રાખવી તેમજ આ દર્દીઓની વિગતો પણ રાખવી.

જેથી કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી આવેે તો બીજા કોઇ વ્યક્તિને આ દર્દીઓના ચેપ લાગવાની સંભાવના વધુ રહે હોય છે. ડાંગ જિલ્લાને કોરોના વાઇરસથી બચાવવા માટે તમામ ભગતોએ સાવધાની રાખવાની છે. કોઇપણ શંકાસ્પદ દર્દી મળી આવે તો જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવી. કલેકટરશ્રી ડામોર દ્વારા તમામ ભગતોને કોરોના વાઇરસની મહામારી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બની તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં કોરોનાં અંગેની પરિસ્થિતિ

ડાંગ જિલ્લાના અધિકારીનાં જણાવ્યા અનુસાર, જિલ્લામાં કોરોનાં વાઈરસ અંગેના કુલ 111 કેસો નોંધાયા છે. જેમાં હાલ 1 કેસ એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં 100 ટકા કેસ રિકવર થયાં છે. જિલ્લામાં આહવા સિવિલ હોસ્પિટલમાં 100બેડની કોરોનાં હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જિલ્લાવાસીઓના આજદિન સુધી લેવાયેલા કુલ સેમ્પલની સંખ્યા 18 હજાર 549 છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.