ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 19 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું - ahwa

ડાંગ જિલ્લામાં ગતરોજ 19 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાને પગલે ડાંગ જિલ્લાના આહવા તથા સરવર ગામના કેટલાક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કરાયા છે.

ડાંગ જિલ્લામાં 19 પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું

author img

By

Published : Apr 13, 2021, 4:00 PM IST

Updated : Apr 13, 2021, 8:04 PM IST

  • ગતરોજ જિલ્લામાં 19 પોઝિટિવ કેસો સામે આવ્યા
  • કોરોનાના વધતા સંક્રમણને લઈ તંત્ર હરકતમાં આવ્યું
  • જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

ડાંગઃ તાજેતરમાં આહવા ખાતે ફરીથી કોવિડ-19ના કેસો સામે આવ્યા છે. જેને લઈને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડીને આહવા નગર તથા વઘઇ તાલુકાના સરવર ગામે 4 વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન તરીકે જાહેર કર્યા છે. જે મુજબ આ વિસ્તારોમાં નિયમો પણ લાગુ કર્યા છે. આ ઉપરાંત અનલોક 6 મુજબની માર્ગદર્શિકાના નિયમોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં સતત આઠમા દિવસે કોરોનાની સદી: નવા 104 કેસ નોંધાયા

કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારના નિયમો

આ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનિંગ કરવાનુ રહેશે.

આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.

આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે, આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે, કે બહાર જઈ ન શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે.

આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહિ તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઈ શકશે નહિ.

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ, અને પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને રાઉન્ડ ધ કલોક (24 × 7) ત્યાંથી તમામ બાબતોનુ નિયમન કરવાનુ રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ ફક્ત સવારે 7થી 19 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદા વ્યવસ્થા સંબંધિત ફરજો સહીત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

ભારત સરકારના કન્ટેનમેન્ટ વિસ્તારમાં પ્લાનની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ-કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનની બહારના સરકારી/ખાનગી એકમોમાં ફરજ પર જઈ શકશે નહિ.

ભારત સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ જાહેરનામાઓ, માર્ગદર્શિકાઓ, જોગવાઈઓ અનુસાર સમગ્ર જિલ્લામાં આપવામાં આવેલી છૂટછાટો આ વિસ્તારને લાગુ પડશે નહિ. તેમજ લોકડાઉન અંગેના જાહેરનામામાં દર્શાવેલા પ્રતિબંધિત કૃત્યો કરી શકાશે નહિ.

બફર ઝોન જાહેર કરાયેલા વિસ્તારના નિયમો

બફર ઝોન વિસ્તારમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે.

આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 7થી 19 ક્લાક સુધી જ મુક્તિ આપવામાં આવે છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન પર એક વ્યક્તિથી વધુ નહિ, અને ત્રણ-ચાર ચક્રીય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઈવર સહિત)થી વધુ પ્રવાસ કરી શકશે નહિ.

આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોનાના વધતા કેસ સામે તંત્રની પૂરી તૈયારી

જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર પર કાર્યવાહી

ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ, તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-51થી 60 તથા ભારતીય દંડ સહિતની કલમ-188 મુજબ ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

Last Updated : Apr 13, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.