ETV Bharat / state

ડાંગ જિલ્લાના આગાખાન સંસ્થા દ્વરા જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરાયું

author img

By

Published : May 8, 2020, 7:24 PM IST

લોકડાઉનના ત્રીજા તબક્કામાં ડાંગ જિલ્લામાં આગાખાન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 575 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લાના આગાખાન સંસ્થા દ્વરા જરૂરીયાતમંદોને કીટ વિતરણ

ડાંગઃ જિલ્લામાં આગાખાન સંસ્થા દ્વારા લોકડાઉનના ત્રીજા તબક્કામાં જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતોના સહયોગથી સુબીર તાલુકામાં 200 અને આહવા, વઘઇ તાલુકામાં 375 કીટ વિતરણ કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના કારણે ત્રીજા તબક્કાના લોકડાઉન સમયમાં ગ્રામ્ય કક્ષાના જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ કરવામા આવ્યું હતું. ગ્રામ પંચાયતો દ્વારા કુલ 575 જેટલી કીટ ગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આહવાના સહયોગથી અને ડાંગ કલેક્ટર એન.કે.ડામોરનાં માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી.

આ કીટ વિતરણમાં ગ્રામ્ય કક્ષાના જરૂરિયાતમંદ કુટુંબો અને તેમાં પણ ખાસ કરીને મનરેગા યોજનાના મજૂરો અને જોબકાર્ડ ધરાવતા હોય તેવા કુટુંબોને અગ્રતા આપવામાં આવી હતી. આ કામગીરીમાં મનરેગાના ગ્રામ્ય કક્ષાના ગ્રામ રોજગાર સેવક દ્વારા પણ વિતરણ કરવામાં ગ્રામ પંચાયતને મદદ કરવામાં આવી હતી.

જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલી કીટમાં તુવેરદાળ 1 કિ.ગ્રા., તેલ 1 લી.પેકીંગ, આખા મરચા 1 કિ.ગ્રા., ખાંડ 1 કિ.ગ્રા., હળદર 200 ગ્રામ પેકેટ, લસણ 250 ગ્રામ, ન્હાવાના સાબુ 4 નંગ, ધોવાના સાબુ 4 નંગ, સેનેટરી પેડ 1 બોક્સ, વોશેબલ માસ્ક 5 નંગ આપવામાં આવ્યા હતા.

મહિલાઓ અને કિશોરીઓના આરોગ્યની બાબત ધ્યાનમાં રાખીને સેનેટરી પેડ પણ આપવામાં આવ્યા હતા. આ કીટ વિતરણમાં ગ્રામ પંચાયત સરપંચો દ્વારા ખાસ જવાબદારી નિભાવવામાં આવી હતી. સરપંચોએ વઘઇ, આહવા અને સુબીર ક્લસ્ટર ઓફિસથી કીટ મેળવી જરૂરિયાતમંદ કુટુંબોની યાદી બનાવવા સુધીની સરાહનીય કામગીરી કરી હતી.

તાલુકા કક્ષવાર જોઇએ તો સુબીર તાલુકામાં 200 અને આહવા, વધઇ તાલુકામાં 375 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારખાંધ્યા ગામના સરપંચ બિંદુબેન મગનભાઇ દ્વારા ઘરે ઘરે જઇ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું. રંભાસ સરપંચ સ્મીતાબેન તથા ખાતળ ગામના સરપંચ નીતિનભાઇએ ગ્રામ પંચાયતને કીટ વિતરણ માટે સહભાગી બનાવવા બદલ કલેક્ટર ડાંગ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તમામ કામગીરીમાં આગાખાન સંસ્થાના પ્રોગ્રામ સ્પે હરપ્રીતસિંગ, પરષોત્તમભાઇ અને તાલુકા ક્લસ્ટર મેનેજર કીર્તિભાઇ, નિતાબેન, મહેશ્વરીબેન દ્વારા ફેસિલેટેશન તેમજ શાંતનું દુબે એરિયા મેનેજરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનની તમામ કામગીરી રાજેન્દ્રકુમાર, ક્લસ્ટર મેનેજર વઘઇ દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.