ETV Bharat / state

ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવિત દ્વારા અંતરિયાળ ગામોમાં અનાજની કીટનું વિતરણ - former MLA of Dang

ડાંગના જિલ્લાનાં માજી ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

dang
dang
author img

By

Published : Jun 17, 2020, 7:09 PM IST

ડાંગ: જિલ્લાનાં માજી ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકડાઉનનાં કારણે પોતાની રોજગારી ખોઇ બેસેલા લોકો માટે તેઓ છેલ્લા માર્ચ મહીનાથી ગામેગામ ફરી સતત જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ વિતરણ સાથે માસ્ક વિતરણ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ખરા અર્થમાં લોક સેવાના કામમાં જોડાઇ ગયા છે. માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર થયા બાદ લાખોની સંખ્યામાં ડાંગનાં લોકોની રોજગારી બંધ થઇ ગઇ હતી.

ડાંગનાં મોટાભાગના લોકો મજૂરી કામ અર્થે જિલ્લા બહાર તથા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે. લોકડાઉનનાં કારણે આ દરેક લોકોને ઘરે બેસી રહેવાનો વારો આવ્યો હતો. લોકોની મજૂરી બંધ થઇ જતા આર્થિક પરિસ્થિતિ ભોગવી રહેલા લોકો માટે સરકાર સહીત સેવાભાવી સંસ્થાઓ આ લોકોની વહારે આવી હતી.

આ સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત પણ જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યા હતા. માર્ચ મહિનામાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર થયા બાદ માજી ધારાસભ્ય સતત આજદીન સુધી લોકોની સેવામાં જોતરાયા છે. તેઓ અંતરીયાળ વિસ્તારમાં આવેલા લોકોને જરૂરી અનાજ કીટો પહોંચાડી રહ્યા છે. સાથે જ કોરોના વાઇરસથી બચવા માસ્કનું વિતરણ પણ કરી રહ્યા છે.

આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટીદબાસ, નાનીદબાસ ગામમાં અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ પહેલા સુબીર અને વધઇ તાલુકાનાં ગામડાઓને સાંકળી લીધા હતા. અનાજકીટ વિતરણમાં ચોખા, દાળ, મસાલા, તેલ ઘઉંનો લોટ વગેરે ચિજ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. અહી મંગળભાઇ ગાવીતની સાથે ભાજપા આહવા તાલુકા સંગઠન પ્રમુખ હીરાભાઇ રાઉત,ભૂરાપાણીનાં અગ્રણી સુનીલભાઇ ભોયે તથા બારીપાડાનાં યુવા આગેવાન સંતોષભાઇ ભુસારા સહીતનાંઓએ સોશિયલ ડીસ્ટન્સિંગ અને માસ્ક પહેરી અનાજની કીટનું વિતરણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.