ડાંગઃ ત્રિપુરા રાજ્યનાં અગરતલા ખાતે યોજાયેલા NIC (નેશનલ ઇન્ટેઈગ્રેશન કેમ્પ) માં ભારતના જુદા-જુદા 15 રાજ્યોના યુવાઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યનાં ડાંગ જિલ્લાનાં યુવાઓની પસંદગી કરવામાં આવી હતી. નહેરૂ યુવા કેન્દ્રના નેશનલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેક રાજ્યોના યુવાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના કુલ 10 વિદ્યાર્થીઓએ ડાંગનું અતિપ્રાચિન અને પારંપારિક એવુ પાવરી નૃત્ય રજૂ કર્યું હતું.
પાવરી નૃત્ય જે ડાંગ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત જોવા મળે છે તથા ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવતું પાવરીનું સંગીત લોકોને કંઈક અલગતમ અનુભૂતિ કરાવે છે. જેમાં 8થી 10 પુરુષો પાવરી વાદ્યનાં તાલ પર અવનવા કરતબ કરતા હોય છે. આ નૃત્યમાં શારિરિક અવનવી કરતબો હોય છે. જેના લીધે ફક્ત પુરૂષો જ આ નાચમાં ભાગ લઇ શકે છે. 1થી 5મી ફેબ્રુઆરી સુધી યોજાનાર NIC કેમ્પમાં ત્રિપુરા રાજ્યનાં મુખ્યપ્રધાન નહેરૂ યુવા કેન્દ્રનાં ડી.વાય.સી સ્ટેટ ડાયરેક્ટર તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા તથા અન્ય રાજ્યમાં પણ ડાંગ જિલ્લાની પરંપરાગત સંસ્કૃતિમાં માન્ય પાવરીવાદન નૃત્ય કળાની પ્રસંશા કરવામાં આવી હતી.