- ડાંગ જિલ્લામાં દિવાળીની ખરીદીનો ધમધમાટ શરુ
- મુખ્ય મથક આહવાનાં બજારમાં લોકોની ભીડ
- વેપારીઓએ કર્યો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર
ડાંગઃ જિલ્લામાં દિવાળીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી પહેલાં લોકો બજારમાં ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે બજારમાં ભારતીય બનાવટની વસ્તુઓ વેચાઈ રહી છે. વેપારીઓ દ્વારા ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરીને ભારતીય બનાવટની વસ્તુઓ જ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દિવાળીમાં ખરીદીનો ધમધમાટ શરૂ
જિલ્લામાં દિવાળી પહેલાં બજારમાં ખરીદી કરતાં લોકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. લોકો દિવાળી પહેલાં વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે બજારમાં ભારતીય બનાવટની વસ્તુઓ જોવા મળી રહી છે. દરવર્ષે ચાઈનાની વસ્તુઓ જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે વેપારીઓ દ્વારા ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી ભારતીય બનાવટની વસ્તુઓ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.