ETV Bharat / state

ડાંગ : ગિરિમથક સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો મેળાવડો જામ્યો - diwali vacation destination

કોરોનાં મહામારીના કારણે લોકડાઉન દરમિયાન તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. જે બાદ હવે સરકારની ગાઈડલાઈન મુજબ ફરી શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે સાપુતારા ખાતે પણ પ્રવાસીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

સાપુતારા
સાપુતારા
author img

By

Published : Nov 18, 2020, 1:18 AM IST

  • દિવાળી વેકેશન દરમિયાન સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી
  • 6 મહિના બાદ હોટલ, રેસ્ટોરન્ટ ધમધમતા થયા
  • કોરોના સંક્રમણને કારણે સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ

ડાંગ : જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે હોટલ્સ રેસ્ટોરાના ધંધા પર માઠી અસર પડી હતી. જે બાદ હવે લોકડાઉન હળવું થતા ધંધા રોજગાર ધીમે ધીમે પાટા પર આવી રહ્યા છે.

ગિરિમથક સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓનો મેળાવડો જામ્યો

દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓમાં વધારો

સાપુતારામાં દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મોન્સૂન, વિન્ટર, દિવાળી, સમર વગેરે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જે કારણે અહીં પ્રવાસીઓ આવવા માટે આકર્ષિત થતા હોય છે. જોકે, કોરોનાં મહામારીને કારણે અહીં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમ છતાં હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય માણવા માટે આવતા હોય છે. દિવાળી વેકેશન દરમિયાન સાપુતારા ખાતે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કોરોનાં મહામારીના ભય વચ્ચે પણ પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા માટે ઉમટી રહ્યા છે.

સાપુતારા
સાપુતારામાં સ્થાનિકોને પ્રવાસીઓને કારણે મળે છે રોજગારી

કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે

સાપુતારામાં આવેલી તોરણ હોટલના મેનેજર રાજેદ્રભાઈ ભોંસલેએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં 6,7 મહિના બાદ હાલમાં સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ગત વર્ષે ઓછા પ્રવાસીઓ આવતા હતા, પણ હવે અહીં ઘણા પ્રવાસીઓ આવી રહ્યાં છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે હોટલનો તમામ સ્ટાફ માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટનસિંગના નિયમોના પાલન સાથે કામ કરી રહ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓ આવતા હોવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય છે. દિવાળી વેકેશન દરમિયાન 22 નવેમ્બર સુધી હોટેલમાં બુકિંગ ફુલ છે.

સાપુતારામાં પર્યટક સ્થળો ખુલી જવાથી પ્રવાસીઓની ભીડ જામી છે. સાપુતારામાં આવેલા ટેબલ પોઇન્ટ, બોટિંગ, રોપવે, લેક ગાર્ડન, એડવેન્ચર પાર્ક વગેરે જગ્યાએ પ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે. પ્રવાસીઓને કારણે સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. નાના ધંધા વેપાર કરતા સ્થાનિક લોકોની સાથે 25 જેટલી હોટલ અને 70 જેટલી નાની મોટી રેસ્ટોરન્ટને પણ લાભ થઇ રહ્યો છે. દિવાળી વેકેશન દરમિયાન લગભગ તમામ હોટલ્સનું બુકિંગ 3 દિવસ માટે ફૂલ જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.