ડાંગ : જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ મહાલ ગામમાં મહાલ કેમ્પ સાઈડ આવેલ છે જે પર્યટક સ્થળ તરીકે પ્રખ્યાત છે. આવતીકાલે પક્ષી અભિયારણ અંતર્ગત, વનવિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ઉપરાંત મહાલ કેમ્પ સાઈડમાં રીપેર કામગીરી ચાલું હોઈ કેમ્પ સાઈડને બંધ રાખવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મહાલ કેમ્પ સાઈડ બંધ રાખવામાં આવશે તેની કોઈ જાહેર નોટિસ આપવામાં આવી નથી જેના કારણે દૂરથી આવેલા પ્રવાસીઓને પાછા ફરવાનો વારો આવ્યો હતો.
મહાલ કેમ્પ સાઈડ પૂર્ણાં નદી કિનારે આવેલ છે. ઘટાદાર વૃક્ષોના અને કેમ્પ સાઈડની એડવેન્ચર એક્ટિવિટીઓ પ્રવાસીઓને આકર્ષિત કરતી હોય છે, ત્યારે મોટા પાયે પ્રવાસીઓ કેમ્પની મુલાકાતે આવતાં હોય છે. મુંબઈથી ફરવા આવેલા પ્રવાસીઓ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ એડવેન્ચર એક્ટિવિટીઓનાં રંગીન ફોટા જોઈને મહાલની મુલાકાતે આવ્યાં હતાં પણ પ્રસાશન દ્વારા ઓનલાઈન નોટિસ કે કોઈ જાહેરનામું બહાર ન પાડતાં પરત ફરવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં વૃક્ષોથી ભરપૂર જંગલ પ્રવાસીઓ અને પર્યટક પ્રેમીઓનું આકર્ષનું કેન્દ્ર છે, ત્યારે મહાલ કેમ્પ સાઈડમાં લોકો એડવેન્ચર એક્ટિવિટીઓ, જંગલની મુલાકાતે અને ફોટોગ્રાફી માટે આવતાં હોય છે, ત્યારે આજે કેમ્પ સાઈડ બંધ હોવાની નોટિસ બહાર ન પાડતાં મોટાભાગના પ્રવાસીઓને નિરાશા સાથે પાછા ફરવાનો વારો આવ્યો હતો. આ બાબતે ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક અગનેશ્વર વ્યાસ ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.