ડાંગ: રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ઉજવાઈ રહેલા "મહિલા સશક્તિકરણ પખવાડિયા" અંતર્ગત 181-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા "મહિલા બાળપોષણ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.
"કોવિડ-19"ની સાંપ્રત સ્થિતિ વચ્ચે ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગથી "વેબીનાર"ના માધ્યમથી યોજાયેલા "મહિલા બાળપોષણ દિવસ" ઉજવણીના આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર આંતરરાષ્ટ્રીય દોડવીર કુમારી સરિતા ગાયકવાડે વિશેષ ઉપસ્થિત રહી, ઉજવણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. જેનો લાભ રાજ્યના તમામ જીલ્લાની 181-અભયમ ટીમના કર્મયોગીઓને મળ્યો હતો.
"વેબીનાર"ના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા 181-અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર દીપિકા ગામીત, અને ગ્રીસમા પટેલ સહિત પોલીસ અધિકારી શ્રી પી.એમ.જોડાલ, અને 108 ના ઈ.એમ.ઈ. શ્રી સંજય ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.