ડાંગ : દેશ આખો આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણીના રંગે રંગાઈ રહ્યો છે. જનજનમાં આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગનાટ વ્યાપી ચુક્યો છે, તેમાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનને (Har Ghar Tiranga) વ્યાપક લોક આવકાર સાંપડી રહ્યો છે, ત્યારે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ ત્રણસો અગિયાર ગામોના પ્રત્યેક ઘર ઉપર પણ તિરંગો લહેરાઈ તેવું આયોજન જિલ્લા વહીવટી તંત્રે હાથ ધર્યું છે.
સંસ્કાર બીજનું વાવેતર - ડાંગ જિલ્લામાં છેલ્લા બે બે દાયકાથી શિક્ષણ સાથે સંસ્કાર બીજનું વાવેતર કરી રહેલા પ્રયોશા પ્રતિસ્ઠાનના સહયોગથી જિલ્લામા આગામી 9મી થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામે તમામ 70 ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ઠ 311 ગામોના પરિવારજનો તેમના ઘર ઉપર તિરંગો લહેરાઈ છે. તે માટે 50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનુ વિનામુલ્યે વિતરણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. પ્રયોશા પ્રતિસ્ઠાનના સ્થાપક-સંચાલક પી.પી.સ્વામીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 9મી થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લામા બે જેટલા શણગારેલા રથના માધ્યમથી, દેશભક્તિના ગીત સંગીતની સુરાવલીઓ વચ્ચે, તમામે તમામ સિત્તેર ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવશે. શિસ્તબદ્ધ સ્વયંસેવકો ભારતની આન, બાન, અને શાન સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાનુ માહાત્મ્ય સમજાવી, ભારત માતા-રાષ્ટ્રમાતાના પૂજન સાથે ધ્વજનું વિતરણ કરશે. આ વેળા સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ હાજરી આપશે.
આ પણ વાંચો : Har Ghar Tiranga Campaign: હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ
ડાંગમાં રાષ્ટ્રભાવ - ડાંગ જિલ્લાના તમામ ગામોમાં નાત, જાત, અને ધર્મના ભેદભાવ વિના પૂર્ણ રાષ્ટ્રભાવના સાથે ઘરે ઘરે તિરંગો લહેરાવશે. સંભવત ડાંગ જિલ્લાના પ્રત્યેક ઘરો ઉપર લહેરાતો તિરંગો સો ટકા ઘરો ઉપર લહેરાઈને, દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરે તેવા અનોખા માહોલનું (Dang Har Ghar Tiranga) સર્જન થઇ રહ્યુ છે. 'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત યોજાઈ રહેલા આ દેશભક્તિના કાર્યક્રમ સાથે 13 થી 15 ઓગસ્ટ (15th August 2022) દરમિયાન જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા, વેપારી મથક વઘઇ, અને ગિરિમથક સાપુતારા ખાતે ઢળતી સંધ્યાએ 'મસાલ રેલી'નું પણ આયોજન કરાયું છે. જેમાં દેશભક્તિના ગીત, સંગીત સાથે મોટી સંખ્યામાં યુવક/યુવતીઓ જોડાશે.
આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલે સુરતથી 'હર ઘર તિરંગા' યાત્રાની કરાવી શરૂઆત
શ્રેષ્ઠ દેખાવ કરનારાને ઇનામ - આ ઉપરાંત જિલ્લાના ગામેગામ પ્રભાત ફેરી, સંધ્યા ફેરી, ગ્રામ સફાઈ સહીત (Har Ghar Triranga Yatra) અનેકવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રથમ ત્રણ ગામોને અનુક્રમે 11 હજાર, 9 હજાર, અને 7 હજારનું પ્રોત્સાહક પારિતોષિક પણ અર્પણ કરવામા આવશે. આમ, અનેકવિધ કાર્યક્રમોના સથવારે જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભે ખભા મિલાવીને 'પ્રયોશા પ્રતિસ્ઠાન' ડાંગ જિલ્લામા 'આઝાદીના અમૃત મહોત્સવ'નો મહિમા ગુંજતો કરશે.