ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયા: ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર - Dang darbar mela holi king ahwa etv bharat gujarat

ડાંગ જિલ્લામાં આન,બાન અને શાન સાથે ડાંગ દરબારનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ભારતનાં એકમાત્ર ડાંગ જિલ્લાના પાંચ રાજાઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવે છે. હોળીનાં પાંચ દિવસ પહેલાં આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો રાજાનાં સન્માનમાં ઉમટી પડતાં હોય છે.

Discover India stories
ગુજરાત ની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબા
author img

By

Published : Mar 7, 2020, 5:06 PM IST

Updated : Mar 7, 2020, 7:08 PM IST

ડાંગ : ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં આવેલ ડાંગ જિલ્લો. અહીં 98% આદિવાસી વસ્તી ધરાવતા લોકો વસવાટ કરે છે. ડાંગ જિલ્લાનો ઇતિહાસ પોતાનામાં અનોખો રહ્યો છે. આઝાદીની સાલ 1947 પહેલાં ભારતમાં કુલ 562 દેશી રાજા રજવાડા હતા.

gujarat
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના બુદ્ધિ અને કુનેહથી આ દરેક દેશી રાજા રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું. અને ત્યારબાદ આ રાજા રજવાડાઓનું સાલીયાણું બંધ કરવામાં આવ્યું પરંતુ બંધારણની વિશિષ્ટ જોગવાઈ મુજબ ભારતનાં એકમાત્ર ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના રાજાઓને સાલીયાણું આપવામાં આવે છે.

gujarat
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

અંગ્રેજો દ્વારા ડાંગના રાજાઓને પેંશન આપવાની પ્રથાડાંગના રાજાઓ અને તેમનાં ભાઈબંધોને પોલિટિકલ પેંશન આપવાની પ્રથા આજે પણ યથાવત જોવા મળી રહી છે. અંગ્રેજો દ્વારા રાજાઓની સાથે પ્રજાને પણ ખુશ રાખવા માટે એક દરબારી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જે દરબાર આજે ડાંગ દરબારનાં નામથી પ્રચલિત છે. 1894માં ધૂલિયામાં ડાંગ દરબાર યોજવામાં આવ્યો ( ધૂલિયા - મહારાષ્ટ્ર રાજ્ય). ત્યારબાદ 1900ની મેં માસમાં વઘઇમાં દરબાર ભરવામાં આવ્યો. અને ત્યારબાદ 1904 થી ડાંગના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ દરબાર યોજવામાં આવે છે.

gujarat
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબારગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

અંગ્રેજોનાં સમયકાળથી ચાલી આવતી આ પ્રથામાં આજે ગુજરાતનાં રાજ્યપાલના હસ્તે રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે.ડાંગના આ રાજાઓને પોલિટિકલ પેંશન મળવા પાછળની ઘટના ડાંગના જંગલો સાગનાં કિંમતી ઇમારતી લાકડાંથી ભરપૂર માત્રામાં જોવા મળે છે.

gujarat
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

આ જંગલ પાંચેય રાજાઓની સંપત્તિ હતી કારણ ભારત ગણરાજ્યમાં વિલીનીકરણ થયા બાદ પણ ડાંગને અલગ દરજ્જો મળ્યો હતો. ડાંગના રાજાઓની લડવાની કુશળતા અને ચપળતા સામે અંગ્રેજોનાં સૈન્યને પણ હારનો વારો આવતો. ડાંગના આ ચપળ અને ઝનૂની રાજાઓને અંગ્રેજોએ પોતાના કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો.

gujarat
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

અંગ્રેજો મુખ્યત્વે ડાંગનું કિંમતી જંગલ પોતાના હસ્તક કરવા માંગતા હતા પણ તેઓ અસફળ રહ્યાં. ત્યારે અંગ્રેજોએ બુદ્ધિ દોડાવી રાજાઓને એક ચોક્કસ જગ્યાએ બોલાવી તેઓની સામે ત્રણ થેળીઓ મુકવામાં આવી.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર

આ થેળીઓમાં પૈસા,માટી અને લાકડાં મુક્યા હતાં. જેમાંથી રાજાઓએ પૈસાની થેલી પસંદ કરી ત્યારથી આજ દિન સુધી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોને પોતાની જમીન અને જંગલ પટ્ટાઓનાં બદલામાં પોલિટિકલ પેંશન આપવામાં આવે છે. આ લોકવાયકા આજે પણ વડીલો દ્વારા સાંભળવા મળે છે.

Last Updated : Mar 7, 2020, 7:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.