ETV Bharat / state

ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને ( custodial death ) મામલે આજે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં મૃત્યુ પામનાર યુવાનોને માટે આદિવાસી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે. સમાજના કાર્યકરો તેમજ યુવાનોએ મૃતકના પરિવારોની મુલાકાત કરી તેઓને સાંત્વના આપી રહ્યાં છે.

ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ
ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ
author img

By

Published : Jul 26, 2021, 5:18 PM IST

  • ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલો
  • મૃતક યુવાનોને ન્યાય મળે તે માટે આદિવાસી સમાજની માગ
  • સામાજિક કાર્યકરોએ મૃતકોના પરિવારની મુલાકાત કરી
  • ન્યાયની માગણી માટે આદિવાસી સમાજ મૃતકોના પરિવાર સાથે

ડાંગઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને ( custodial death ) મામલે આદિવાસી યુવાનોનેે ન્યાય મળે તેમજ ન્યાયિક તપાસ થાય તે માટે આજે ડાંગ જિલ્લાના તમામ નેતાઓ તેમજ સામાજિક આગેવાનો, વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. જેને ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે.

ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે સમાજના આગેવાનોનું ડાંગ બંધને સમર્થન
ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાનાં સુનીલ પવાર (દોડીપાડા),રવિ જાધવ (વધઈ) નું ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે ફાંસો ખાધેલા હાલતમાં મૃતદેહો મળ્યાં હતાં. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ( custodial death ) ઘટનાની તપાસ ચાલી રહી છે.

આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માગ
આ આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુની ( custodial death ) તપાસમાં ભીનું ન સંકેલાય તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તેમજ તેમના પરિવારજનોને વળતર મળે તે માટે ડાંગ જિલ્લાનાં યુવાનો,આગેવાનો, વિવિધ રાજકીય પાર્ટી અને વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન અપાયું છે.

સામાજિક આગેવાનોએ મૃતકોના પરિવારની મુલાકાત કરી
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ડિરેક્ટર બાબુરાવ ચોર્યા કે જેઓએ મૃતક બાળકોના પરિવારની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને ( custodial death ) તેઓ વખોડી કાઢેે છે તેમજ આજે આદિવાસી સમાજ જોડે આ ઘટના બની છે તો આવતાં સમયમાં બીજા પરિવાર જોડે ન બને તે માટે આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર ડાંગ જિલ્લાનાં લોકોએ સમર્થન આપ્યું છે. તેઓ મૃતક યુવાનોના પરિવારને આર્થિક તેમજ ન્યાયિક મદદ કરશે.

સમાજના કાર્યકરો તેમજ યુવાનોએ મૃતકના પરિવારોની મુલાકાત કરી તેઓને સાંત્વના આપી
આદિવાસી યુવા વર્ગ દ્વારા ન્યાયની માંગ આદિવાસી યુવાનોના મોત ( custodial death ) અંગે જિલ્લાના યુવા સંગઠનોને પણ આદિવાસી મૃતક પરિવારોની મુલાકાત લઈ તેઓને સાંત્વના આપી હતી. યુવા વર્ગ દ્વારા પણ ન્યાયની માગ ઉઠી છે. પોલીસ દ્વારા તપાસ થાય તેમજ આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તેવી માગ આદિવાસી યુવાનો દ્વારા ઉઠી છે. આજે વઘઇ અને આહવા નગરના આદિવાસી સમાજના યુવાઓ દ્વારા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત આપવાનું નક્કી કરી ડાંગ બંધને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો.ડાંગ બંધને લઈ તમામ જોવાલાયક સ્થળો બંધ ડાંગ જિલ્લામાં આજે બંધને લઈ જિલ્લાનાં તમામ જોવાલાયક સ્થળો બંધ રાખવામાં આવ્યાં હતાં. અહીં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓ અટવાયા હતાં. ગીરા ધોધ સહિત, વઘઇ બોટનિકલ ગાર્ડન તેમજ સાપુતારામાં પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ

આ પણ વાંચોઃ 2 આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા મુદ્દે BSP દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.