ETV Bharat / state

ડાંગ જિલ્લાને 1,000 LPM ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટની મળી ભેટ - ગણપત વસાવા ડાંગ મૂલાકાત

ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા પ્રધાને આહવાના ડાંગ દરબાર હોલ ખાતેના કાર્યક્રમની મુલાકાત સાથે આહવાની સિવિલ હોસ્પિટલના PM કેર્સ ફંડમાંથી અંદાજીત 74 લાખથી વધુની કિંમતે તૈયાર કરાયેલા 1,000 LPM ક્ષમતાના 'ઓક્સિજન જનરેટર પ્લાન્ટ'નું પણ લોકાર્પણ કર્યું હતુ.

a
a
author img

By

Published : Jul 4, 2021, 10:38 PM IST

  • PM કેર ફન્ડમાંથી ઓક્સિજ પ્લાન્ટની અપાઈ ભેટ
  • 74 લાખથી વધુ કિંમતે તૈયાર કરાયેલા હજાર LPM ઓક્સિજન પ્લાનટનું લોકાર્પણ
  • કેબિનેટ પ્રધાન વસાવાએ કર્યું લોકાર્પણ
  • ડાંગ વાસીઓને 100 ટકા વેક્સિનેશન માટે ગણપત વસાવાની અપીલ
  • ડાંગમાં 48,838 લોકોએ લીધી વેક્સિન

ડાંગ : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અમોઘ શસ્ત્ર એવા 'રસીકરણ કાર્યક્રમ'ની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન ગણપતસિંહ વસાવાએ ડાંગ જેવા આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા જિલ્લામા પણ હવે વેક્સિન બાબતે જાગૃતિ આવી રહી છે, જે આરોગ્યકર્મીઓ માટે ખૂબ જ પ્રોત્સાહક છે તેમ જણાવ્યુ હતુ.

a
ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ

74 લાખથી વધુ કિંમતે તૈયાર કરાયેલા હજાર LPM ઓક્સિજન પ્લાનટનું લોકાર્પણ

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીએ આહવાના ડાંગ દરબાર હોલ ખાતેના કાર્યક્રમની મુલાકાત સાથે આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. કેર્સ ફંડમાંથી અંદાજીત 74 લાખથી વધુની કિંમતે તૈયાર કરાયેલા 1,000 LPM ક્ષમતાના ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતુ. તે દરમિયાન 100 ટકા વેક્સિનેશનના લક્ષ્ય સાથે આગળ વધવાની હાંકલ કરતા પ્રધાને સૌ ડાંગ વાસીઓને સપરિવાર વક્સિન લેવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો: પાટણ HNG યુનિવર્સીટીમાં ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

ડાંગ વાસીઓને 100 ટકા વેક્સિનેશન માટે ગણપત વસાવાની અપીલ

ડાંગ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના આદિવાસી પ્રજાજનોમા વેક્સિન બાબતે ફેલાવવામા આવેલી અંધશ્રધ્ધાઓ અને અફવાઓમાંથી આદિવાસી બાંધવો ધીમે ધીમે બહાર આવીને વેક્સિન લઈ રહ્યા છે. તેમ જણાવી પ્રધાને ડાંગ જિલ્લાના આરોગ્યકર્મીઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર અને જાગૃત પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને આ બાબતે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

a
પ્રધાન ગણપતસિંહ વસાવાએ વેક્સિનેશન માટે કરી અપીલ

આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે લીધી વેક્સિન

પ્રધાન ગણપતસિંહ વસાવાની ઉપસ્થિમા રવિવારે ડાંગ તથા ગુજરાત અને દેશનુ ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય યુવા દોડવીર મુરલી ગાવિતે 18+ કેટેગરીમા વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને યુવાનોને પ્રેરણા પુરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, મુરલી ગાવિતે દેશ વતી વિદેશની ધરતી ઉપર પણ જુદી જુદી કોમ્પિટિશનમા ભાગ લઈને દુનિયાને તેની ક્ષમતાનો પુરાવો આપ્યો છે. પ્રધાનની ઉપસ્થિતમા આહવાના ડાંગ દરબાર હોલમા મુરલી ગાવિત ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે પણ વેક્સિન લઈને ડાંગના પ્રજાજનોને વેક્સિન બાબતે ફેલાવવામાં આવતી ગેરમાન્યતાઓ કે અફવાઓ ઉપર ધ્યાન નહિ આપી, વેળાસર વેક્સિન લઈને પોતાની જાતને કોરોના સામે સુરક્ષિત કરવાનો સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો: પીએમ કેયર્સ ફંડ દ્વારા દેશભરમાં 551 ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે, PMOએ કરી જાહેરાત

ડાંગ જિલ્લામાં કુલ 48,838 લોકોને વેક્સિન આપવામાં આવી

અત્યાર સુધી ડાંગ જિલ્લામા લક્ષિત 2,497 હેલ્થ કેર વર્કર્સ પૈકી 2,149 (85.98 ટકા), 5,012 ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4,975 (99.26 ટકા), 58,010 (45+) વરિષ્ઠ નાગરિકો પૈકી 30,052 (51.80 ટકા), તથા 1,16,956 (18થી 44 વર્ષ) પૈકી 11,664 (9.97 ટકા) મળી કુલ 1,82,475 પાત્રતા ધરાવતા નાગરિકો પૈકી 48,838 (26.76 ટકા) લોકોને વેક્સિન આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.