સાંસદ ડૉ.કે.સી.પટેલે દિશાની મોનીટરીંગ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે સરકારની યોજનાઓના લાભાર્થીઓ તેઓના લાભથી વંચિત ન રહી જાય તે માટે તમામ અમલીકરણ અધિકારીઓએ તકેદારી રાખવાની રહેશે. તેમજ યોજનાકીય કામગીરીના લક્ષ્યાંકો સિધ્ધિ અંગેની સંપૂર્ણ વિગતો ઓનલાઈન ડેટા અપડેટ કરવાના રહેશે. ડાંગ જિલ્લામાં BSNના 22 ટાવર મંજૂર થયેલા જે પૈકી 12 ટાવર કાર્યરત થઇ ગયા છે. બાકીના ટાવરનું કામ વહેલી તકે પૂર્ણ કરવા સાંસદ પટેલે તાકીદ કરી હતી.
નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત માસવાર વિગતોની ચકાસણી અને આયુષ્યમાન ભારત યોજનામાં લાભાર્થીઓના નામો નીકળી ગયા હોય. તો તેની ખરાઇ કરવા સબંધિત અધિકારીને સૂચન કર્યુ હતું. સમાજ સુરક્ષા કચેરી હેઠળ રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજનામાં લાયકાત ધરાવતા લાભાર્થીઓને આવરી લેવા તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વૃધ્ધ પેન્શન યોજનામાં થી 20નો સ્કોર ધરાવતા હોય તેવા લાભાર્થીઓને તેમને મળતી સહાય સમય મર્યાદામાં મળી રહે. તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
દિશાની બેઠકમાં વોટરશેડ યોજના,દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના,નેશનલ હેલ્થ મિશન,સર્વ શિક્ષા અભિયાન, મહિલા અને બાળ વિકાસ એકમ,મધ્યાહન ભોજન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રિય ગ્રામીણ રોજગાર, મુખ્યપ્રધાન આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પી.એમ.એફ.બી.વાય., કૃષિ સિંચાઈ, મુખ્યપ્રધાન ઉજ્વલા યોજનાની કામગીરીની ચર્ચા હાથ ધરાઇ હતી.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રિય વિકલાંગ પેન્શન અને સંત સુરદાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં કુલ-78 લાભાર્થીઓને એપ્રિલ નવેમ્બર-19 દરમિયાન 3.17 લાખની સહાય ચુકવવામાં આવી હતી. વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના કુલ-6582 લાભાર્થીઓને 300.20 લાખની સહાય ચુકવવામાં આવી હતી.
મુખ્યપ્રધાન ફસલ બીમા યોજનાના 205 લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા હતા. કમોસમી વરસાદ કૃષિ સહાય પેકજ હેઠળ 4602 અરજીઓ આવી હતી. આયોષમાન ભારત યોજના,માં વાત્સલ્ય યોજના હેઠળ 68,199 લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા. જે પૈકી 482 લાભાર્થીઓને 33.23 લાખ ખર્ચનો લાભ અપાયો હતો.