ડાંગઃ ગુજરાત રાજ્ય સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયાએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી થાય તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે રાજ્યભરમાં યોજાતા કૃષિ સંમેલન, કૃષિ ગોષ્ઠિ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેળા ખૂબ જ ઉપકારક બન્યા છે, તેમ આહવા ખાતે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીના જન્મદિવસે ડાંગ જિલ્લાને જાહેર કરાયો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતો જિલ્લો વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કૃષિલક્ષી વિવિધ યોજનાકીય માહિતી દરેક ખેડૂતના ઘેર સરળતાથી મળી રહે તે માટે આજે ઈન્ટરનેટથી ગામડામાં રહેતાં ખેડૂતો પણ પોતાની વિચારધારાથી વૈશ્વિકસ્તરે ડગ માંડી રહ્યાં છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક કૃષિ અંગે વિશેષ જોગવાઈ કરી છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસે ડાંગ જિલ્લાને જાહેર કરાયો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતો જિલ્લો આવનારા સમયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત ખેત પેદાશ, પૌષ્ટિક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા વગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં સામે આવી છે. ત્યારે ઉપલબ્ધ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂ.900 પ્રતિ માસ સહાય, કુલ 1,05,00 લાભાર્થી ખેડૂતો માટે રૂ.66.50 કરોડની જોગવાઈ અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા પ્રાકૃતિક કૃષિ કિટ માટે રૂ.1350 પ્રતિ કિટ સહાય, કુલ 1000 લાભાર્થી ખેડૂતો માટે રૂ. 13.50 કરોડની જોગવાઈવાળી આ બે યોજના ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ નાં” ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે, જે પ્રાકૃતિક કૃષિ અપનાવવા બળ પૂરું પાડશે. તેમ જણાવતાં ચેરમેને ડાંગના ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો."સાત પગલાં ખેડૂત કલ્યાણના" યોજનાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ખેડૂત કલ્યાણ માટેના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. ડાંગ જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરતા પટેલે જણાવ્યું કે, ખેડૂત કલ્યાણ માટેની શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવાથી કોઈ પણ યોગ્ય લાભાર્થી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવા સાથે યોગ્ય સમયે વારસાઈ કરાવીને, રાજ્ય તથા કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓનો લાભ મેળવી શકાય છે.આધુનિક ટેક્નોલોજીના સુભગ સમન્વય સાથે રાજ્યકક્ષાએથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી "સાત પગલાં ખેડૂત કલ્યાણ" કાર્યક્રમના બીજા પગલાંનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોને આત્મા એવોર્ડ્સ સહિત વિવિધ યોજનાકીય સહાયનું પણ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો તથા ખેડૂતોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ-19ની સ્થિતિને ધ્યાને લઈ થર્મલ સ્કેનીંગ તથા સેનિટાઈઝ કરાયું હતું. જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા "અમૃતપેય" ઉકાળાનું પણ અહી વિતરણ કરાયું હતું.