ડાંગ જિલ્લા સમાહર્તા એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ અધિકારીઓએ લક્ષ્યાંક મૂજબ સમયસર કામગીરી પૂર્ણ કરવી અને સી.એમ.ડેસબોર્ડ ઉપર સતત મોનીટરીંગ થતું હોવાથી કામગીરી પૂર્ણ થયા બાદ ઓનલાઈન એન્ટ્રી તાકીદ કરવી. દરેક જિલ્લાઓની પ્રગતિનો અહેવાલ ઓનલાઈન ઉપર થતો હોવાથી હંમેશા અપડેટ રહેવા કલેકટર ડામોરે અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું.
![ડાંગ જિલ્લા સંકલન સમિતી બેઠક યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5452278_dang.jpeg)
જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં ઓડિટ પેરા, સરકારી લ્હેણાની વસુલાત, RTOની વસુલાત, બાકી તુમાર, નાગરિક અધિકાર, જમીન દફતર,પેન્શન કેસો, વિજકરણ બાકી અરજીઓ, ગ્રામસભાઓમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, માહિતી અધિકાર બાબતોની કામગીરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સંકલન સમિતીની આ બેઠકમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હરેશ બચ્છાવ, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર ભગોરા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ગિરીશ પટેલ, તમામ માલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.