ડાંગ: કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે JEE અને NEETની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેથી શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરીને NEET અને JEEની પરીક્ષાઓ રદ કરવાની માગ કરી છે. આ સાથે જ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 6 મહિનાની ફી માફ કરવાની પણ માગ કરી છે.