પ્રાપ્ત વિગતો મુજબ આર્થિક વિકાસ સબંધિત આ દિવસની ઉજવણી પ્રસંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સરકારી કોલેજના યુવક-યુવતિઓને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયને સાર્થક કરે. ભારતના વિકાસમાં યોગદાન આપનાર દેશના મહાન અર્થશાસ્ત્રી પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબીસના જન્મદિવસ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્કશોપના આયોજન દ્વારા યુવા પેઢી જાગૃત થાય અને આંકડાનું કેટલું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી, કે બધી પોલીસી, આયોજન, બજેટ, અમલીકરણ, સેમ્પલ સર્વે વિગેરે નવી ટેકનોલોજીથી વિકાસદરને ઉંચો લાવી શકાય છે.
જિલ્લા આયોજન અધિકારી ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, યુનાઈટેડનેશન દ્વારા નક્કી કરાયેલા 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા વિશ્વમાં ગરીબી દુર કરવી, ભૂખમરો, સારૂ શિક્ષણ, સારો ન્યાય, વિકાસ વિગેરે બાબતે આપણે નાગરિક અને વિઘાર્થી તરીકે જાગૃત બનવા આહવાન કર્યું હતું.
જિલ્લા આંકડા અધિકારીએ સ્વાગત પ્રવચન કરી પ્રારંભે પદ્મવિભૂષણ પ્રો.પ્રશાંતચંદ્ર મહાલનોબીસના વ્યક્તિત્વ વિશે જાણકારી આપી હતી કે, કોલકાતા શહેરમાં જન્મ લઇ પ્રાથમિક શિક્ષણ પુરૂ કરી કેમ્બ્રીજ યુનિવર્સીટીમાંથી ભૌતિક શાસ્ત્રની પદવી મેળવી હતી. બીજી પંચવર્ષીય યોજનામાં મોટી યોજનાઓને સાકાર કરવામાં તેમનું યોગદાન નોંધપાત્ર બન્યું છે.
આ વર્કશોપમાં કોલેજના આચાર્યા શ્રીમતિ હેતલ રાઉત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.પવાર, જિલ્લા ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં કોલેજના વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન કચેરીના એસ.પી.એ.સી સતિષ સૈંદાણેએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું.