ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો ન થાય માટે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર - dang corona update

ડાંગ જિલ્લામાં કોરોનાનો ફરી પગપેસારો ના થાય તે માટે કલેક્ટર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આસપાસના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે જિલ્લા બહીરની વ્યક્તિઓની બિનજરૂરી અવરજવર સહિત અન્ય જિલ્લાઓમાંથી અપડાઉન કરતા કર્મચારી, અધિકારીઓની આવનજાવન પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્યું છે.

etv bharat
ડાંગ : જિલ્લામાં કોરોનાનો ફરી પગપેસારો ન થાય માટે જિલ્લા પ્રશાસન એલર્ટ
author img

By

Published : Jul 8, 2020, 8:01 PM IST

ડાંગ: જિલ્લામાં પ્રજાજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોરોના મહામારીનો પ્રવેશ અટકાવી શકાય તે માટે કલેક્ટર એન.કે.ડામોર સહિત સમગ્ર ટીમ દ્વારા સલામતીના તમામ પગલાંઓ સાથે સતર્કતા દાખવવામાં આવી રહી છે.

આસપાસના તાપી, નવસારી, વલસાડ, સુરત સહિત મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ જેવા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં જિલ્લા બહારની વ્યક્તિઓની બિનજરૂરી અવરજવર સહિત અન્ય જિલ્લાઓમાંથી અપડાઉન કરતા કર્મચારી, અધિકારીઓની આવનજાવન પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

કલેક્ટર એન.કે. ડામોરે કોવિડ-19 સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે શ્રેણીબદ્ધ બેઠકો યોજી સૌના સહિયારા પ્રયાસોથી ડાંગ જિલ્લાને "કોરોના મુક્ત" રાખવા માટે સૌને પોતાની ભૂમિકા અસરકારક રીતે અદા કરવાનું જણાવ્યું હતું.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોમાં કલેક્ટર એન.કે.ડામોરે જિલ્લાના પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના જાણકાર ગ્રામ્ય વૈધરાજો સહીત સ્થાનિક પદાધિકારીઓ, અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ઉપરાચાપરી બેઠકો યોજીને, જિલ્લાના પ્રજાજનોને વ્યાપકપણે જાગૃત કરીને કોરોનાના કહેરથી સુરક્ષિત રાખવાના તમામ પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.