- ડાંગ જિલ્લામાં 6 કેસ પોઝિટિવ નોંધાયા
- ડાંગ જિલ્લામા 5 દર્દીઓને રજા અપાઈ
- હાલ જિલ્લામાં 55 સક્રિય કેસ 55
ડાંગ : જિલ્લામાં રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામા કોરોનાં વાઇરસનાં કુલ 334 કેસો નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 279 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે હાલ કુલ 55 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
આરોગ્ય વિભાગ દ્વારા 319 સેમ્પલ લેવાયા
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ 1,023 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 7,632 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો મંગળવારે સમગ્ર જિલ્લામાંથી 149 RT-PCR અને 170 એન્ટિજન ટેસ્ટ એમ કુલ મળીને 319 સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 149 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે.
આ પણ વાંચો - ડાંગ જિલ્લામાં અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર રહેવા આદેશ
જિલ્લામાં મંગળવારના રોજ 6 પોઝિટિવ કેસ નોંધાયા
મંગળવારના રોજ 6 પોઝિટિવ કેસની વિગતો જોઈએ, તો આહવાના સાપુતારા રોડ ખાતે એક 25 વર્ષીય યુવતી, ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે 70 વર્ષીય વૃદ્ધ, ભવાનદગાડ ગામે 45 વર્ષીય મહિલા, વઘઇ ખાતે 27 વર્ષીય યુવક, કોદમાળ ગામે 70 વર્ષીય વૃદ્ધ અને કરાડીઆંબા ગામે 35 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો - ડાંગમાં કોરોના સંક્રમણને કારણે 50 ટકા બસો ચાલુ રાખવામાં આવી છે