ETV Bharat / state

ડાંગ ભાજપના હોદ્દેદારોએ પડતર પ્રશ્નો મુદ્દે કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવાને કરી રજુઆત - વિકાસ

ડાંગઃ ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ તેમજ અન્ય પદાધિકારીઓએ કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવા સાથે મંગળવારે મુલાકાત કરી હતી. ભાજપના નેતાઓએ કેન્દ્રીય પ્રધાન સમક્ષ રસ્તા, તળાવ, શિક્ષણને લગતી વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી.

ડાંગ ભાજપના હોદ્દેદારોએ કેન્દ્રીય પ્રધાન ગણપત વસાવાને કરી રજુઆત
author img

By

Published : Aug 21, 2019, 1:27 AM IST

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની આગેવાનીમાં તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી, આહવા ગ્રામ પંચાયતનાં સામાજીક કાર્યકર જીતુભાઈ , ભાજપ માજી મહિલા પ્રમુખ ચંદ્રકલાબેન તથા અન્ય સામાજીક કાર્યકરોએ ગતરોજ ગુજરાત રાજય આદિજાતી અને વન વિભાગનાં કેબીનેટકક્ષાનાં પ્રધાન ગણપતભાઈની ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકનાં વિવિધ રસ્તાઓ જે જર્જરિત અને ખડધજ હાલતમાં છે. જેનાં કારણે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક ગામોના લોકો વાહન વ્યવહારથી પણ વંચિત છે તો કેટલાક ગામોમાં 108 પણ જઈ શકતી નથી. જેથી આવા ગામોમાં રસ્તાઓ બને તેમજ જુના રસ્તાઓનું નવીનીકરણ થાય તેવી માગ કરી હતી.

આ ઉપરાંત ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા નગરમાં આવેલ તળાવનું કામ હજુ અધુરૂ છે. તે પુરૂ કરવા તેમજ ગ્રાન્ટ વધારવા માગણી કરી હતી. એકલવ્ય મોડેલ રેસીડન્સી શાળાઓમાં ડાંગના સ્થાનિક વિધાર્થીઓને ભાગ્યેજ પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં 30 ટકા સુધી સ્થાનિક વિધાર્થીઓને એડમીશન આપવા બાહેધરી આપી હતી. કેન્દ્રીય પ્રધાન ગણપતભાઈ વસાવાએ આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.

Intro:ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ તથા અન્ય ભાજપી પધઅધિકારીઓએ કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવાને જંગલખાતાનાં રસ્તાઓ, આહવાનું અધુરો તળાવ અને એકલવ્ય શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો કરવાની માંગણી કરી હતી જે માંગણીઓ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા કેબીનેટ મંત્રીએ જણાવતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.Body:ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યાની આગેવાનીમાં તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી, આહવા ગ્રામ પંચાયતનાં સામાજીક કાર્યકર જીતુભાઈ , ભાજપ માજી મહિલા પ્રમુખ ચંદ્રકલાબેન તથા અન્ય સામાજીક કાર્યકરોએ ગતરોજ ગુજરાત રાજય આદિજાતી અને વન વિભાગનાં કેબીનેટકક્ષાનાં મંત્રી ગણપતભાઈનાંઓને ગાંઘીનગર તેમની ઓફિસમાં રૂબરૂ મુલાકાત લીધી હતી.

ડાંગ ભાજપના પ્રમુખ બાબુરાવભાઈએ ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકનાં વિવિધ રસ્તાઓ જે જર્જરિત અને ખડધજ બન્યા છે જેનાં કારણે વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો કેટલાક ગામોમાં લોકો વાહન વ્યવહારથી પણ વંચિત છે અને કેટલાક ગામોમાં 108 પણ જઈ શકતી નથી તેવા ગામડાઓને જોડતાં રસ્તાઓનું નવીનીકરણ કે રિપેરીંગ કરી શકાય તે માટેની માંગણી કરી હતી.

જયારે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા નગરમાં આવેલ તળાવનું કામ હજુ અધુરૂ છે તે પુરૂ કરવા તેમજ ગ્રાન્ટ વધારવા માંગણી કરી હતી જયારે ડાંગ જિલ્લામાં આવેલ એકલવ્ય મોડેલ રેસીડન્સી શાળાઓમાં ડાંગનાં સ્થાનિક ખુબ જ ઓછા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો જે હવેથી 30 ટકા સુધી સ્થાનિક વિધાર્થીઓને એડમીશન આપવા બાહેધરી આપવામાં આવી છે.
Conclusion:આમ ડાંગ જિલ્લાનાં વિવિધ પશ્ર્નો અંગે બાબુરાવભાઈએ ગણપતભાઈ વસાવાને રજુઆત કરતાં મંત્રી ગણપતસિંહ વસાવાએ હકારાત્મક પગલાં લેવાની બાહેધરી આપતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.