ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોના કેસમાં ઉછાળો: 18 પોઝિટિવ કેસ નોંધાયા - corona positive case

ડાંગ જિલ્લામાં કોરોનાનો હાહાકાર થઈ ગયો છે. 8 એપ્રિલે ફરી એકી સાથે 18 વ્યક્તિઓનાં કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવાની સાથે ભયનો માહોલ સર્જાયો છે.

ડાંગ જિલ્લામાં બુધવારે 18 પોઝિટિવ કેસ આવ્યા સામે

author img

By

Published : Apr 8, 2021, 10:24 PM IST

Updated : Apr 8, 2021, 10:56 PM IST

  • ડાંગ જિલ્લામાં ગુરૂવારે 18 પોઝિટિવ કેસ આવ્યા સામે
  • ગ્રામ્ય લેવલે કેસોમાં વધારો, કુલ એક્ટિવ કેસો 59
  • 2 વ્યક્તિઓનાં કોરોનાના કારણે મૃત્યુ

ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનાના પ્રારંભની સાથે કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં હાલમાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લાની સ્થિતિ ચિંતાજનક બની છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાથી હવે કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય લેવલ સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના કેસમાં 24 કલાક દરમિયાન 13 લોકોના મોત

જિલ્લામાં ગુરૂવારે 18 પોઝિટિવ કેસો નોંધાયા

ડાંગના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર પાછલા એકાદ અઠવાડિયાની સરખામણીએ 8 એપ્રિલે ફરી ડાંગ જિલ્લામાં 18 નવા કેસ સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં ગુરૂવારે સરવરની 15 વર્ષીય તરૂણી, પીંપરીનો 17 વર્ષીય યુવક, નડગખાદીનો 22 વર્ષીય યુવાન, સરવરની 80 વર્ષીય વૃદ્ધા, હનવતચોંડનો 45 વર્ષીય પુરૂષ, ચીકટિયાની 27 વર્ષીય યુવતી, દરાપાડાનો 17 વર્ષીય તરૂણ, બારીપાડાની 16 વર્ષીય તરૂણી, નડગચોંડનો 18 વર્ષીય યુવક, ગાઢવીની 49 વર્ષીય મહિલા, જામનવિહીરની 39 વર્ષીય મહિલા, ગાઢવીનો 18 વર્ષીય યુવાન, શિવારીમાળની 16 વર્ષીય તરૂણી, શિવારીમાળની 15 વર્ષીય તરૂણી, શુભાસ કોલોની આહવાનો 17 વર્ષીય તરુણ, મોટાબરડાનો 18 વર્ષીય યુવાન, ન.હોસ્ટેલ આહવાની 20 વર્ષીય યુવતી અને આહવાનો 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: 24 કલાકમાં 37 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 59

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં "કોરોના"ની સ્થિતિ જોઈએ તો, અહીં કુલ 246 જેટલા "કોરોના પોઝિટિવ" કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે જિલ્લામાં કુલ 59 એક્ટિવ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 187 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી કુલ 39,492 સેમ્પલો લેવામાં આવ્યા છે. જે પૈકી કુલ 39,205 સેમ્પલનું પરિણામ નેગેટિવ રહ્યું છે.

જિલ્લામાં કુલ-671 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન

8 એપ્રિલે જિલ્લામાં કુલ 671 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરાયા છે. જ્યારે 6,794 વ્યક્તિઓનાં ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા છે. સમગ્ર જિલ્લામાં ગુરૂવારે આહવાના કન્ટેઈનમેન્ટ ઝોન મિશનપાડા, ગાંધી કોલોની, પટેલપાડા, જવાહર કોલોની, ગાંધી કોલોની-૧, સહયોગ સોસાયટી, વેરિયસ કોલોની, શિક્ષણ કોલોની, બંધારપાડા સહિત વઘઇ ખાતે પ્રમુખ સ્વામી સોસાયટી, અને ભરવાડ ફળિયું, તથા ગ્રામ્ય વિસ્તારો એવા ધુડા, ચિરાપાડા, ખાતળ, સુબીર, જામલાપાડા જેવા ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામા આવેલી છે. જેમા ILI (0 case), અને SARI (0 Case) કોઈ કેસ મળેલા નથી અને કોઈ સેમ્પલ લેવામાં આવેલા નથી.

કોવિડ નિયમોનું પાલન કરવા આરોગ્ય વિભાગની અપીલ

જિલ્લાના પ્રજાજનોને સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતા બિનજરૂરી બહાર ન નીકળવા અને વારંવાર હાથ ધોવાનો તેમજ ફરજિયાત ફેસ માસ્કનો ઉપયોગ કરવાની ડો.સંજય શાહે અપીલ કરી છે.

Last Updated : Apr 8, 2021, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.