ETV Bharat / state

ડાંગ: વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈ ડાંગમાં કોંગ્રેસી આગેવાનોની તાલુકા લેવલે બેઠક યોજાઈ - ડાંગમાં કોંગ્રેસી આગેવાનોની બેઠક

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ડાંગ જિલ્લા ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજીનામું આપી દેતાં ડાંગ જિલ્લા કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડયો હતો. ત્યારે હવે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા લોકોની આગેવાની કરી શકે તેવા નેતાની ચર્ચા વિચારણા માટે સોમવારે ડાંગના ત્રણેય તાલુકાઓના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે પ્રદેશ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડયા તેમજ વાંસદાના ધારાસભ્ય અંનતભાઈ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી.

 વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈ ડાંગમાં કોંગ્રેસી આગેવાનોની તાલુકા લેવલે બેઠક યોજાઇ

author img

By

Published : Jul 6, 2020, 10:04 PM IST

ડાંગ: રાજ્યસભાની ચૂંટણી ટાણે હંમેશા ભાજપાનો વિરોધ કરનાર ડાંગ કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજીનામુ ધરી દેતા જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

ગુજરાત રાજ્યમાં ભાજપા સરકાર હોવાથી અને પોતે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા હોવાથી ડાંગ જિલ્લાનો વિકાસ ન થયો હોવાના કારણો આપી રાજીનામુ આપ્યા હોવાના બણગા ફૂંકનાર મંગળભાઈ ગાવીત ત્રણ દિવસ પહેલા જ ગુજરાત રાજ્ય આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા સાથે મિટીંગ કરતા ડાંગમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

 વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈ ડાંગમાં કોંગ્રેસી આગેવાનોની તાલુકા લેવલે બેઠક યોજાઇ
વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈ ડાંગમાં કોંગ્રેસી આગેવાનોની તાલુકા લેવલે બેઠક યોજાઇ

જોકે માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે વિધિવત રીતે ભાજપાનો હજુ સુધી ભગવો ખેસ ધારણ ન કરતા અનેક અટકળો સર્જાવા પામી છે.પરંતુ રાજકીય પંડિતો મુજબ મંગળભાઈ ગાવીત ભાજપમાં જોડાશે તે નક્કી હોવાનું ચર્ચાઈ રહયુ છે. ડાંગ કોંગ્રેસના કદાવર નેતાએ અચાનક રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો ગ્રામ લેવલે તથા બુથ લેવલે કોંગ્રેસની કામગીરી કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે.

ત્યારે સોમવારે પ્રદેશ કોંગ્રેસ કોર કમીટીનાસભ્ય ગૌરવભાઈ પંડ્યા અને વાંસદાના ધારાસભ્ય અંનતભાઈ પટેલ તથા વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીતની આગેવાનીમાં ડાંગમાં તાલુકા લેવલે મિટીંગ યોજવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ હવે ગ્રાઉન્ડ લેવલે લોકોનો વિશ્વાસ જીતવાની રણનીતિ ઘડી રહ્યુ છે. આ મિટીંગ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીના સભ્ય ગૌરવભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ કે ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતના રાજીનામાં બાદ ડાંગની પ્રજામાં આક્રોશ છે,જેથી પાર્ટી જોડે દગો કરનાર સામે તેઓ પેટાચૂંટણીમાં વોટિંગ દ્વારા બદલો લેવા માટે થનગની રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દરેક ગામમાં અને બુથ લેવલે લોકોનો વિશ્વાસ જીતવા માંગે છે.

વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે 2012 અને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યને એક હજાર મત કરતાં ઓછા મતે જીત મળી હતી. પરંતુ આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર 10 હજારથી વધુ મતે જીતશે,જ્યારે વાંસદાના ધારાસભ્ય અંનતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં આદિવાસીઓની વસ્તી વધુ પ્રમાણમાં હોઈ તેમના પ્રશ્નનું સમાધાન કરી શકે, તથા યોગ્ય નેતૃત્વ કરી શકે તેવા નેતાની જરૂર છે. તેવા કોંગ્રેસના આગેવાનને જ ટિકિટ આપવામાં આવશે.

જોકે ગુજરાતમાં આઠ બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની પેનલની યાદી તૈયાર થઈ હોવાની ચર્ચાઓ છે,ત્યારે ડાંગ જિલ્લામાંથી કોંગ્રેસ પક્ષના ભામાશા અને ચૂંટણીમાં મતદારોને આકર્ષનાર હુકુમના એક્કા તરીકે ઓળખાતા ચંદરભાઈ ગાવીતનું નામ ચર્ચાઈ રહ્યું છે. એક મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાનાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં કોને ટિકિટ આપવી તેનો આખરી નિર્ણય પ્રદેશ કોંગ્રેસ પાર્ટીનો જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.