- કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો ડાંગમાં ચૂંટણી પ્રચાર
- જિલ્લાનાં અલગ-અલગ વિસ્તારમાં 5 સભા યોજી
- 200 થી વધુ કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયાં
ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રધાન ગણપતસિંહ વસાવાએ સુબીર, આહવા અને વઘાઈમાં પાંચ જાહેર સભા સંબોધી હતી. જેમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક ગણાતા સુબિર તાલુકાના પીપલદહાડ સહિત ડોન વિસ્તારના કુલ 200 કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના સૌના સાથ સૌના વિકાસ સૂત્રને અપનાવી પ્રધાન ગણપતસિંહ વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રધાનને વચન આપ્યું હતું.

ભાજપ જિલ્લા તાલુકાની તમામ બેઠકો જીતશેઃ ગણપત વસાવા

પ્રધાન ગણપતસિંહ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ કરવાની સાથે રાજ્યના તમામ આદિવાસી વિસ્તારની પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભાજપ જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.