ETV Bharat / state

ડાંગના કોંગ્રેસ સદસ્યને બેઠકમા હાજર રહેવા માટે નોટિસ ન આપતાં ફરિયાદ - dang congress member

ડાંગ જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામા કોંગ્રેસ સીટનાં સદસ્ય ગીતાબેન પટેલને સભામા હાજર રહેવાની નોટીસ મળી ન હતી. નોટિસ ના મળતા તેઓએ જિલ્લા વિકાસ અધિકારી સહીત વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિતમા ફરીયાદ નોંધાવી જવાબદારો સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગણી કરી હતી.

ડાંગના કોંગ્રેસ સદસ્યને બેઠકમાં હાજર રહેવાની નોટિસ ન આપતાં ફરિયાદ

author img

By

Published : Mar 31, 2021, 6:28 PM IST

  • ડાંગ જિલ્લા પંચાયત બજેટની બેઠક યોજાઇ
  • કોંગ્રેસના એકમાત્ર સદસ્યને સામાન્ય સભાની નોટિસ ન અપાઇ
  • ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠકોનું પીઠબળ ધરાવે છે
  • ડાંગ જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી

ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠકોનું પીઠબળ ધરાવે છે. હાલમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાથી 17 બેઠકોને ભાજપે કબ્જે કરી શાસનની ધુરા સંભાળી છે. જ્યારે ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાથી કાલીબેલ જિલ્લા પંચાયતની માત્ર એક બેઠક પર કૉંગ્રેસનાં મેન્ડેટ પરથી ગીતાબેન મુકેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસનાં એકમાત્ર ઉમેદવારને સામાન્ય સભાની નોટિસ ન આપતાં ફરિયાદ કરી

ડાંગ જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે. ત્યારે ગત 30-03-2021ની જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામા કાલીબેલ જિલ્લા પંચાયતનાં કૉંગ્રેસનાં મેન્ડેટ પરથી ચૂંટાયેલા એક માત્ર જિલ્લા સદસ્ય ગીતાબેન મુકેશભાઈ પટેલને સભામા હાજર રહેવા માટેની નોટીસ મળી ન હતી. તેથી તેઓએ બળાપો ઠાલવી જણાવ્યુ હતુ કે, પંચાયતધારાની કલમ 91/6 મુજબની જોગવાઈ મુજબ મને સભા અંગેની જાણ કરવામા આવી નથી. એકબાજુ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે. વિશ્વ મહિલા દિવસની જોર જોરથી ઉજવણી કરે છે, અને બંધારણનાં દિવસની પણ ઉજવણી કરે છે. ત્યારે એક આદિવાસી મહિલા જે લોકોની પ્રતિનિધિને બંધારણીય અધિકારો મુજબ મળેલી કર્તવ્યો રજૂઆતો, માંગણીઓ તેમજ અંદાજપત્ર જેવા અગત્યની અને ગંભીર બાબતો અંગેની રજૂઆતો કરવાથી દૂર રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે અત્યંત નીંદનીય અને ગેરબંધારણીય છે.

ડાંગના કોંગ્રેસ સદસ્યને બેઠકમાં હાજર રહેવાની નોટિસ ન આપતાં ફરિયાદ
ડાંગના કોંગ્રેસ સદસ્યને બેઠકમાં હાજર રહેવાની નોટિસ ન આપતાં ફરિયાદ
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લા પંચાયત ખાતે બજેટ અને સમિતિ સભ્યો માટે બેઠક યોજાઈ

કોંગ્રેસ સદસ્યની જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માગ

જે બાબતે જવાબદારો સામે સખત શિક્ષાત્મક પગલા લઈ ઉક્ત સભામા મારી ગેરહાજરીની નોંધમા મને ગેરહાજર ગણાવી નહી. બજેટની સભામા મારી રજૂઆતો અને માંગણી રજૂ કરવાની મુદત સાથે પરવાનગી આપવા ડાંગ જિલ્લા વિકાસ અધિકારી સહિત વિકાસ કમિશ્નર ગાંધીનગરને લેખિતમા અરજી આપતા ડાંગ જિલ્લાનાં રાજકારણમા ચહલ પહલ મચી ગઇ હતી.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.