ETV Bharat / state

ડાંગનાં સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ

કોરોનાં સંક્રમણને નાથવા માટે સમગ્ર દેશ અને રાજ્યમાં રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાનાં બે કેન્દ્રો ઉપર રસીકરણની પ્રક્રિયા કરવામાં આવી હતી. સાપુતારા અને કાલીબેલ ખાતે કોરોનાં વોરિયર્સનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ડાંગનાં સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ
ડાંગનાં સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ
author img

By

Published : Jan 20, 2021, 9:31 AM IST

  • કોરોનાં વોરિયર્સને પહેલાં રસીકરણ
  • સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ
  • કુલ 126 કોરોનાં વોરિયર્સે રસીનો ડોઝ લીધો

ડાંગ : કોરોના સામે રક્ષણ આપતી રસી ગુજરાતને આંગણે આવી પહોચતા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર કાર્યક્રમના બીજા દિવસે આહવા તાલુકાના સાપુતારા (નવાગામ)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ વઘઈ તાલુકાના કાલીબેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

ડાંગનાં સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ
ડાંગનાં સાપુતારા અને કાલીબેલ ખાતે રસીકરણનો પ્રારંભ

સાપુતારા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા પ્રથમ રસી લેવામાં આવી

રસીકરણ કાર્યક્રમમાં સાપુતારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ.નિર્મલ પટેલે પ્રથમ રસી લઈને ત્યાર બાદ તેમના સ્ટાફે રસીનો ડોઝ લીધો હતો. રસીકરણ કાર્યક્રમમાં સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકરો આશા વર્કરો અને તેડાગર બહેનોએ ઉત્સાહપૂર્વક રસીકરણમાં ભાગ લીધો હતો.

ડાંગ જિલ્લામાં કુલ 126 કોરોનાં વોરિયર્સએ રસીનો ડોઝ લીધો

સાપુતારા (નવાગામ)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બીજા દિવસે કુલ 99 માંથી 65 જેટલી બહેનોએ રસીનો ડોઝ લીધો હતો. જયારે વઘઈ તાલુકાના કાલીબેલ પ્રાથમિક આરોગ્ય ખાતે 99 માંથી 62 જેટલી આંગણવાડી આશાવર્કરો અને તેડાગર બહેનોએ રસીનો ડોઝ લીધો હતો. ડાંગ જિલ્લના બન્ને પ્રાથમિક આરોગ્ય દ્વારા કુલ 199 માંથી 126 જેટલા લોકોએ રસીનો ડોઝ લીધો હતો.

આંગણવાડી બહેનો દ્વારા રસી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો

ડાંગ જિલ્લામાં રસી લેનાર આંગણવાડી બહેનો દ્વારા કોરોના વાઈરસથી બચવા માટે રસી લેવા માટે લોકોને આગ્રહ કર્યો હતો. આશા ફેસિલિટેર લતાબેન ગાવીતે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા રસી લીધાના અડધો કલાક બાદ પણ તેમનાં કોઇપણ જાતની આડઅસરના લક્ષણો જણાયા નહોતા. જેથી દરેક લોકો રસી લે એવો આગ્રહ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.