- રાજયકક્ષાની સબ જુનિયર કબડ્ડી સ્પર્ધાનું ડાંગમાં આયોજન
- રાજ્યના કુલ 25 જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધો
- ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
ડાંગઃ જિલ્લાના સાકરપાતળ ખાતે કબડ્ડી એસોસિએશન દ્વારા સબ જુનિયર ભાઈઓ- બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનો શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યની સબ જુનિયર ભાઈઓ બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન 13 અને 14 માર્ચનાં રોજ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના કુલ 25 જિલ્લામાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે.
તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી
આ કબડ્ડી ટુર્નામેન્ટનો શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન સંચાલિત ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સાકરપાતળ ગામે કબડ્ડી રમનારા રમતવીરો માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યુ હતું. તેમજ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન
સરિતા ગાયકવાડ, ધારાસભ્ય વિજય પટેલ સહિત અનેક ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ લાવનારી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજ્યકક્ષાની સબ જુનિયર કબડ્ડી સ્પર્ધામાં ડાંગનાં ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા સદસ્ય મંગળ ગાવીત, ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ તેમજ ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ સુભાષ ગાઇન, ઉપપ્રમુખ કિશોર ગાવીત, ખજાનચી મંગલેશ ભોયે, મંત્રી પ્રદીપ મોર્યા તેમજ મોટી સંખ્યામાં બાળકો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.